ગલવાન ખીણમાં અથડામણ બાદની સેટેલાઇટ તસવીર.

ગલવાન નદી ખીણમાં ચીનના સૈનિક(સોર્સ પ્લેનેટ લેબ્સ).

ગલવાન નદી ખીણમાં ભારતીય અને ચીનના સૈનિકો વચ્ચે ફ્લેશ પોઇન્ટ.

ચીનીના ટ્રેલનો મધ્ય ભાગ.

(એજન્સી) તા.૧૭
ગલવાન નદી ખીણમાં ચીન સાથે અથડામણમાં ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. ચીનના સૈનિકો તરફથી પૂર્વાયોજિત અને જઘન્ય રીતે હિંસક હુમલો કરાયા બાદ ૨૦ ભારતીય જવાનો શહીદ થઈ ગયા હતા. આ દરમિયાન આજતક/ઈન્ડિયા ટુડે વતી ગલવાન ખીણના બેટલ ઝોનની સાચી સેટેલાઈટ તસવીરો તમારા સુધી પહોંચાડાઈ રહી છે. પ્લેનેટ લેબ્સની સેટેલાઈટ તસવીરોમાં(જે ૧૫ જૂનની અથડામણના ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં લેવાઈ) હેરાન કરી મૂકે તેવી ડિટેલ સામે આવી છે. તેમાં હિંસક અથડામણ અને તેના બાદની સ્થિતિની જાણ થાય છે.
વિઝ્યુઅલ પુરાવાથી ખબર પડે છે કે વિઝ્યુઅલ પુરાવાથી જાણ થાય છે કે ચીનના સૈનિકોની સંખ્યા વધારે હોવા છતાં જાંબાજ ભારતીય સૈનિકોએ મજબૂતીથી પોતાની પકડ જમાવી રાખી છે. ગ્રાઉન્ડ ઝીરોથી ૧૬ જૂનની હાઈ રેઝોલ્યૂશન તસવીરો બતાવે છે કે ચીન તરફ ભારે બિલ્ડઅપ બનેલું છે. આ સ્થિતિ ૬ જૂને બંને દેશો વચ્ચે લેફ્ટનન્ટ જનરલ સ્તરની મંત્રણામાં તણાવ ઘટાડવા માટે સમજૂતી થયા બાદની છે.
પ્લેનેટ લેબ્સ દ્વારા લેવાયેલી સેટેલાઈટ તસવીરોનું આકલન કરવામાં આવ્યું. આ તસવીરો બંને દેશો વચ્ચેના ફ્લેશ પોઇન્ટને બતાવે છે. તે ફ્લેશ પોઇન્ટ જ્યાં ભારત અને ચીન વચ્ચે લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર દાયકાના અંતરાળ બાદ આટલા સૈનિકોની જાનહાનિ થઇ છે.
નિષ્કર્ષ પર એક નજર :
૧. ભારતીય સૈનિકોની તુલનાએ ચીનના સૈનિકોની સંખ્યા વધુ : પ્રથમ તસવીરમાં સ્પષ્ટ દેખાય છે કે સૈન્ય સ્તરની વાતચીતમાં તણાવ ઘટાડવા પરસ્પર સમજૂતી છતાં ચીન તરફ ભારે બિલ્ડ અપ બનેલું છે. ચીનના સૈનિક આ ક્ષેત્રમાં ભારતની તુલનાએ વધુ છે. ચીનના ૨૦૦થી વધુ વાહન અને અન્ય ટેન્ટ ક્ષેત્રમાં હાજર છે.
૨. ભારતીય સેના પોતાની પોઝિશન પર મજબૂત પકડ જમાવી બેઠી છે.
ચીનના સૈનિકોની સંખ્યા વધી હોવા છતાં અને મોટી જાનહાનિ થવા છતાં તસવીરોમાં જાણ થાય છે કે ભારતીય સૈનિકો પોતાની પોઝિશન પર મજબૂત પકડ જમાવી બેઠા છે. ભારતીય સેનાએ સત્તાવાર રીતે ઓછામાં ઓછા ૨૦ સૈનિકો શહીદ થયાની માહિતી આપી હતી.
(સૌ. : ઈન્ડિયા ટુડે.ઈન)