(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસો રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે. એમાંય જુલાઈ માસના અંતિમ સપ્તાહથી સતત ૧ હજારથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. એમાંય આજે અત્યાર સુધીના સૌથી વધુ રેકર્ડબ્રેક ૧૩રપ કેસ નોંધાવાની સાથે રાજ્યમાં કોરોનાનો કુલ આંક ૧ લાખને પાર થઈ ગયો છે. આ સાથે રાજ્યમાં ૧૬ મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૦૬૪ થયો છે. એ જ રીતે આજે એક જ દિવસમાં ૧૧ર૬ દર્દીઓ સાજા થઈ ઘરે જતાં અત્યાર સુધી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા ૮૧,૧૮૦ પહોંચી ગઈ છે.
રાજ્યના આઠ શહેરો અને જિલ્લાની વાત કરીએ તો સુરત શહેરમાં ૧૭૯ અને જિલ્લામાં ૯૩ મળી કુલ ર૭ર કેસ નોંધાયા છે. એ જ રીતે અમદાવાદ શહેરમાં ૧પ૦ અને જિલ્લામાં ૧૬ મળી ૧૬૬, જામનગર શહેરમાં ૯૭ અને જિલ્લામાં ૧૮ મળી કુલ ૧૧પ, રાજકોટ શહેરમાં ૯પ અને જિલ્લામાં ૪૦ મળી કુલ ૧૩પ, વડોદરા શહેરમાં ૮૬ અને જિલ્લામાં ૩૭ મળી કુલ ૧ર૩, ભાવનગર શહેરમાં ર૭ અને જિલ્લામાં ૩૧ મળી કુલ પ૮, ગાંધીનગર શહેરમાં ર૦ અને જિલ્લામાં ૧૯ મળી કુલ ૩૯ તથા જૂનાગઢ શહેરમાં ૧પ અને જિલ્લામાં ૧ર મળી કુલ ર૭ કેસો નોંધાયા છે.
એ સિવાય રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં ૩ર, બનાસકાંઠા ૩૦, અમરેલી ર૯, ભરૂચ, પાટણમાં ર૬-ર૬, મોરબી ર૪, મહેસાણા ર૩, સુરેન્દ્રનગર રર, દાહોદ ૧૮, તાપી ૧૬, આણંદ ૧પ, ગીર-સોમનાથ અને કચ્છમાં ૧૪-૧૪, અરવલ્લી અને દેવભૂમિ દ્વારકા ૧ર-૧ર, ખેડા-વલસાડ ૧૦-૧૦, મહિસાગર-નર્મદા-નવસારી અને સાબરકાંઠામાં ૯-૯, છોટાઉદેપુર અને ડાંગમાં ૭-૭, બોટાદમાં ૬ તથા પોરબંદરમાં ૧ મળી રાજ્યમાં કુલ ૧૩રપ કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં કુલ ૧૬ દર્દીઓ સારવાર દરમિયાન મોતને ભેટ્યા છે તેમાં અમદાવાદ અને રાજકોટ શહેર તથા સુરત જિલ્લામાં ૩-૩, સુરત શહેરમાં ર તથા ભરૂચ-ભાવનગર શહેર-ગાંધીનગર અને વડોદરા શહેર જિલ્લામાં ૧-૧ દર્દી મોતને ભેટ્યા છે. રાજ્યમાં કોરોનાના વધતા જતાં કેસોની સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ રોજ ૧ હજારનો આંક વટાવી રહી છે. આજે સુરત શહેરમાં સૌથી વધુ રપ૩ દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં તો દાખલ દર્દીઓ ૪૦ સામે ત્રણ ગણાથી વધુ ૧રપ દર્દીઓ સાજા થયા છે. પરંતુ રાજકોટ શહેરની સ્થિતિ ખરાબ છે. જ્યાં ૯પ નવા દર્દીઓ દાખલ થયા પરંતુ ર૪ કલાકમાં એક પણ દર્દી રિકવર થયો નથી. એ જ રીતે અમદાવાદ શહેરમાં ૬ર, જામનગરમાં ૧૦ર, સુરત જિલ્લામાં ૩૮, વડોદરા શહેરમાં ૯૯ અને જિલ્લામાં ૯૯, ભાવનગર શહેરમાં ર૦ જિલ્લામાં ર૧, અમરેલીમાં રપ, પંચમહાલમાં રર, ભરૂચમાં ર૩, કચ્છમાં ર૩, જૂનાગઢમાં ૧૬, આણંદમાં ૧૭, અમદાવાદ જિલ્લામાં ૧૪ મળી કુલ ૧૧ર૬ દર્દીઓ છેલ્લા ર૪ કલાકમાં સાજા થઈ ઘરે ગયા છે.
રાજ્યમાં કુલ દર્દીઓની વિગત જોઈએ તો રાજ્યની વિવિધ હોસ્પિટલમાં ૧૬,૦૪ર દર્દી સ્ટેબલ હાલતમાં અને ૮૯ વેન્ટિલેટર પર મળી કુલ ૧૬,૧૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે ૮૧,૧૮૦ દર્દીઓ આજ દિન સુધી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી ૩૦૬૪ દર્દીઓ મૃત્યુ પામ્યા છે, આમ કુલ દર્દીઓની સંખ્યા ૧ લાખને પાર કરી ૧,૦૦,૩૭પ થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના દાવા મુજબ રાજ્યમાં સાજા થવાનો દર ૮૦.૮૦ ટકા છે.