(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
બબ્બે યુવક સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવતીના બંને પ્રેમીઓ એક બીજા સાથે જાહેરમાં બાખડ્યા હતા. એક પ્રેમીએ બીજા પ્રેમી સાથે ઝઘડો કરી ચપ્પુના ઘા ઝીંકયાનો બનાવ વરાછા પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વરાછા જનતા નગર સોસાયટીમાં રહેતા પંકજ ધીરૂભાઈ બારૈયાએ આરોપી મુકેશ ભરવાડ તથા બીજા બે અજાણ્યા વ્યકિત વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીને તેની પ્રેમિકા સાથે છેલ્લા આઠ માસથી પ્રેમ સંબંધ હતો. આ પ્રેમિકાને આરોપી મુકેશ ભરવાડ સાથે પણ પ્રેમ સંબંધ હતો. જેથી આરોપી મુકેશ ભરવાડ ફરિયાદીને વારંવાર ફોન કરી એલએચ રોડ ભરત નગર અગ્નિદેવ સોડાની દુકાન પાસે બોલાવ્યો હતો અને આરોપીઓએ ભેગા મળી તેને ઢીક-મુક્કીનો માર મારી ચપ્પુના ઘા ઝીકી ઈજા પહોંચાડી હતી. તેમજ આજ પછી દેખાણો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વરાછા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
એક જ યુવતી સાથે પ્રેમ સંબંધ રાખનાર બે યુવાનો બાખડ્યા : એકેએ બીજાને ચપ્પુ હુલાવ્યું

Recent Comments