(એજન્સી) તા.૧૨
કેટલાય ટ્‌વીટર અને ફેસબુક યુઝર્સ દ્વારા એક વ્યક્તિની બે તસવીરો મૂકવામાં આવી છે કે જેમાં એક તસવીરને ખરાબ રીતે ઝખ્મી દર્શાવવામાં આવેલ છે. આ તસવીર પર લખ્યું છે કે આ ચંદ્રબોસની (આરએસએસ કાર્યવાહક) તસવીર છે. તેમની સખત મારપીટ કરવામાં આવી હતી કારણ કે તેમણે એક મુસ્લિમ શાદીમાં હાજરી આપી હતી. ઇશ્વરના પોતાના દેશ કેરળમાં આ ઘટના બની છે. ટ્‌વીટર યુઝર સિથુને આ વાયરલ તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે શૂન્ય ટકા માનવતા, ૧૦૦ ટકા સાક્ષરતા. શરમ કરો કેરળ શરમ કરો. યુઝરે ઓપી ઇન્ડિયાને અને ભાજપને ટેગ કર્યા હતાં. આ ટ્‌વીટ ૧૦૦ વખત કરતાં વધું વખત રીટ્‌વીટ થયું હતું. કેટલાક ફેસબુક યુઝર્સે આવી જ પોસ્ટ કરી હતી. ધ ક્વિન્ટ દ્વારા આ પોસ્ટ અંગે ફેક્ટ ચેક કરવામાં આવ્યું હતું અને તેમાં આવો દાવો નકલી પુરવાર થયો હતો. તસવીરમાં દેખાતાં શખ્સ અભિનેતા અર્જુન રતન છે અને આ તસવીર કારીક્કુ યુટ્યૂબ ચેનલના એક કોમેડી શો સ્માઇલ પ્લિઝના એક દ્રશ્યમાંથી ઉઠાવવામાં આવી છે. આ પ્રકારના દાવા સાથે એક અન્ય તસવીર પણ શેર કરવામાં આવી રહી છે. આ બીજી તસવીરમાં એક ગ્રુપની તસવીર દેખાય છે. જેમાં તમામ ૮ પુરુષો જખ્મી સ્થિતિમાં જોવા મળે છે. સૌપ્રથમ ઇન્ટરનેટ પર કી વર્ડ સાથે સર્ચ કરતાં આ સંદર્ભમાં કોઇ પણ સમાચાર કોઇ પણ ઓથેન્ટીક મીડિયા વેબસાઇટ પર મળ્યાં નથી. આ તપાસને આગળ વધારતાં કારીક્કુ યુટ્યૂબ ચેનલની લિંક મળી હતી તેમાં કારીક્કુની એક વેબ સિરીઝ સ્માઇલ પ્લિઝના વિડિયો મળ્યાં હતાં તેમાં વાઇરલ તસવીરોની ઝાંખી જોવા મળે છે. અહીંથી ખાતરી થઇ કે આ વાઇરલ તસવીરો અહીંથી ઉઠાવવામાં આવી છે. તસવીરમાં દેખાતી વ્યક્તિ અર્જુન રતન છે. આ અભિનેતા અર્જુન રતનની ઇન્સ્ટાગ્રામ પર પણ કેટલીક તસવીરો મળી હતી જેનાથી એ સ્પષ્ટ થયું કે વાયરલ તસવીરમાં દેખાતી વ્યક્તિ દાવા કર્યા મુજબ આરએસએસના કાર્યવાહક ચંદ્ર બોસની નહીં, પરંતુ અર્જુન રતનની તસવીર છે. આરએસએસ સંગઠન, સ્વદેશી જાગરણ મંચના સંયોજક કાર્તિકેયનનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ એક વેબ સિરીઝનું દ્રશ્ય છે. વાયરલ થઇ હોવાની વાતો ફેક છે. આવી કોઇ ઘટના ઘટી નથી.