(એજન્સી) તા.૭
લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદોની મદદ કરીને ચર્ચામાં આવેલા એક્ટર સોનુ સૂદની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. બૃહદ મુંબઇ નગરપાલિકા (મ્સ્ઝ્ર)એ એક ૬ માળની રહેણાંક બિલ્ડિંગને હોટલમાં બદલવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે જુહૂ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
મ્સ્ઝ્રએ ફરિયાદમાં કહ્યુ છે કે, એક્ટરે મુંબઇમાં છમ્ નાયર રોડ પર શક્તિ સાગર બિલ્ડિંગને પરવાનગી વગર હોટલ બનાવી દીધી હતી. શક્તિ સાગર એક રહેણાંક બિલ્ડિંગ છે અને તેનો કોમર્શિયલ ઉપયોગ ના કરી શકાય. એક્ટર પર બિલ્ડિંગના ભાગને વધારવા, નકશા અને ઉપયોગમાં બદલાવ કરવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદ અનુસાર, સોનુ સૂદ નોટિસ આપવામાં આવ્યા છતા સતત ગેરકાયદેસર નિર્માણ કરાવતો રહ્યો હતો.
મ્સ્ઝ્ર અધિકારીઓએ જણાવ્યુ કે, નોટિસ વિરૂદ્ધ સોનુ સૂદે મુંબઇ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, પરંતુ તેમણે ત્યાથી વચગાળાની રાહત મળી નહતી. કોર્ટે તેમણે હાઇકોર્ટમાં અપીલ કરવા માટે ૩ અઠવાડિયાનો સમય આપ્યો હતો. સમય વિતી ગયો છે અને અત્યાર સુધી ના તો ગેરકાયદેસર નિર્માણ હટાવવામાં આવ્યું કે, ના તો તેના ઉપયોગમાં બદલાવના નિર્ણયથી પાછળ હટી રહ્યા છે.
આ ઘટનાને લઇ સોનુ સૂદે પ્રતિક્રિયા આપી છે, તેમણે આરોપને ખોટા ગણાવતા કહ્યું કે, જમીનના યૂજર ચેન્જ માટે પરવાનગી લેવામાં આવી હતી અને હવે મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીની મંજૂરી મળવાની રાહ જોઇ રહ્યા છીએ. મ્સ્ઝ્રની ફરિયાદ પર પોલીસ તપાસ કરશે, જેમાં જો ગડબડની પુષ્ટી થાય છે તો પોલીસ મહારાષ્ટ્ર રીઝન એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી શકે છે.