(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
કેન્દ્રીય એચઆરડી મંત્રી પ્રકાશ જાવડેકરે સ્પષ્ટતા કરી કે શાળાઓ માટે ભંડોળ લેવા આવતા સંચાલકો માટે કરેલ શબ્દોનો ખોટી રીતે અર્થઘટન કરવામાં આવ્યો હતો અને એમણે પોતાના સંબોધન દરમિયાન કરેલ બે વિવાદિત શબ્દો પાછા ખેંચવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. એક કાર્યક્રમમાં જાવડેકરે કહ્યું હતું કે શાળાઓ પૈસા લેવા માટે સરકાર પાસે ભીખનો વાટકો લઈ વારેઘડી નહીં આવવું જોઈએ. ભીખનો વાટકો શબ્દોથી જાવડેકર ઘેરાયા છે. જાવડેકરે કહ્યું હતું કે શાળાએ પૈસા માટે પોતાના પૂર્વ વિદ્યાર્થીઓ ઉપર આધાર રાખવું જોઈએ અને પૂર્વ વિદ્યાર્થીઓની પણ ફરજ છે કે એ પોતાની શાળાઓને મદદ કરે. જાવડેકરના નિવેદનથી એનસીપી નેતાએ આલોચના કરી હતી. એમણે કહ્યું કે, સરકારના પૈસા મંત્રીના પોતાના નથી. જે તોછડી રીતે એ ભીખનો વાટકો લઈ આવવાની કહી રહ્યા છે એ એમને શોભતી નથી. એ કંઈ પોતાના અંગત પૈસા નથી આપતા. જાવડેકરે જણાવ્યું હતું કે અજાણતામાં આ શબ્દો મારાથી બોલાઈ ગયા હતા અને હું એ શબ્દો પાછા ખેંચી રહ્યો છું. મારો એ કહેવાનો ઉદ્દેશ્ય ન હતો કે સરકાર મદદ નહીં કરશે પણ શાળાઓ મદદ માટેના અન્ય વિકલ્પો પણ વિચારવા જોઈએ.
એચઆરડી મંત્રી પ્રકાશ જાવડેકરે શાળાઓ માટે ઉપયોગ કરાયેલ ‘ભીખનો વાટકો’ શબ્દો અજાણતા બોલાયાનું જાણવી પાછા ખેંચ્યાા

Recent Comments