ન્યુયોર્ક,તા. ૩
સ્પેનના રાફેલ નડાલે ફરી એકવાર પ્રથમ ક્રમાંક મેળવી લેવામાં સફળતા મેળવી છે. રોજર ફેડરર હવે બીજા ક્રમાંકે ફેંકા ગયો છે. રાફેલ નડાલે પુરુષોની એટીપી રેંકિંગ જાહેર થયા બાદ પ્રથમ ક્રમે રહેવામાં સફળતા મેળવી છે. સ્વિસ સ્ટાર રોજર ફેડરર મિયામીમાં બહાર ફેંકાઈ જતાં રાફેલ નડાલને સીધો ફાયદો થયો છે. અમેરિકન સ્ટાર જ્હોન ઇસનર સામે તેની હાર થઇ હતી. ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઈનલ મેચમાં જાન્યુઆરી મહિનામાં ઇજાના કારણે ખસી ગયા બાદથી હજુ સુધી કોઇપણ મેચમાં રાફેલ નડાલ રમ્યો નથી પરંતુ રોજર ફેડરરનો નિરાશાજનક દેખાવ રહ્યો હતો. રોજર ફેડરરે ૧૮મી ફેબ્રુઆરીના દિવસે પ્રથમ ક્રમાંક મેળવી લેવામાં સફળતા મેળવી હતી પરંતુ હવે ફરી બીજા ક્રમે ફેંકાયો છે. બીજી એપ્રિલના દિવસે જારી કરવામાં આવેલી નવી રેંકિંગમાં રાફેલ નડાલ ૮૭૭૦ પોઇન્ટ સાથે પ્રથમ ક્રમાંકે પહોંચી ગયો છે. મારિન સિલિક યાદીમાં ત્રીજા ક્રમાંકે રહ્યો છે.
Recent Comments