(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૩
એક બાજુ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓ મેડલ પર મેડલ લાવી રહ્યા છે, આની વચ્ચે ભારત માટે ખૂબ જ શરમજનક ઘટના ઓસ્ટ્રેલિયામાં બની છે, ભારતના બે ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા છોડી દેવા કહેવામાં આવ્યું છે, કોમનવેલ્થ ગેમ્સમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બે ખેલાડીઓ કેટી ઈરફાન અને રાકેશ બાબુને ઓસ્ટ્રેલિયા છોડવા માટે કહ્યું છે, કોમનવેલ્થ ગેમ્સમાં નો-નીડલ પોલિસીનું ઉલ્લંઘન કરવા બદલ ભારતના બે ખેલાડીઓને ઓસ્ટ્રેલિયાથી ભારત પાછા મોકલી દેવામાં આવ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને ટ્રિપલ જંપ લગાવનારા રાકેશ બાબુ અને વીસ કિલોમીટરની દોડ માટેના એથ્લિટ ઈરફાન થોડીની માન્યતા રદ્દ કરીને તેમને બંનેને પહેલી ફ્લાઈટથી ભારત પાછા જવાનું કહેવામાં આવ્યું છે. આ બંને ખેલાડીઓના કોમનવેલ્થ વિલેજ ખાતેના એપાર્ટમેન્ટ ખાતેથી નીડલ્સ મળી આવી છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ દ્વારા બીજી વખતનો નીડલ પોલિસીનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. એક સફાઈ કર્મચારીને આ ખેલાડીઓના રૂમમાં રાખવામાં આવેલા કપમાંથી સિરિન્જ મળી હતી. એક એન્ટિ ડમ્પિંગ ઓસ્ટ્રેલિયન અધિકારીને રાકેશ બાબુની બેગમાંથી પણ એક સિરિન્જ મળી હતી.