પાલનપુર, તા.ર૮
બનાસકાંઠા જિલ્લાના બાલારામ – અંબાજીના વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જ્યાં રિંછ સહિતના જંગલી પ્રાણીઓ વસવાટ કરે છે. આ અભયારણ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે કવોરીઓ ધમધમી રહી છે. જેનાથી વન્ય પ્રાણીઓને ખલેલ પહોચી રહી છે. તેમજ હવામાન પ્રદુષિત થઇ રહ્યું છે. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ટ્રિબ્યુનલ દ્વારા બનાસકાંઠા જિલ્લાના અધિકારીઓની કમિટી રચીને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું હતુ. જોકે, તંત્રના અધિકારીઓ દ્વારા ટ્રિબ્યુનલના આદેશની અવગણના કરવામાં આવતાં કમિટીના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રતિનિધિ, જીલ્લા કલેકટર, ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, ડિસ્ટ્રિક્ટ માઈનીંગ ઓફિસરને નોટિસ ફટકારી રૂપિયા પાંચ લાખનો દંડ ચૂકવવાનો હૂકમ કરતાં વહિવટીતંત્રના અધિકારીઓમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
હૂકમમાં શુ જણાવાયું ?
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલકમિટી દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રતિનિધિ, જીલ્લા કલેકટર, ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, ડિસ્ટ્રિક્ટ માઈનીંગ ઓફિસરને વારંવાર રિપોર્ટ સોંપવા કહેલ. છતાં રિપોર્ટ ન આપતાં માઈનીંગ ડિપાર્ટમેન્ટમાં નોટીસ પણ મોકલેલ અને પછીની હીયરીંગમાં હાજર રહેવા જણાવેલ છતાં કોઈ જ પ્રતિનિધિ હાજર ન રહેતાં તારીખ ૨૪/૦૯/૨૦૧૯ના રોજ આ પ્રમાણે ઈંટરીમ રાહત આપેલ છે. અમારી દ્રષ્ટિએ આ ટ્રિબ્યુનલના આદેશોની સ્પષ્ટ અવગણના છે. અમે જોગવાઈઓની શરતોમાં યોગ્ય પગલાં લઈએ તે પહેલાં એનજીટી એક્ટ, ૨૦૧૦ હોય અથવા અન્યથા, અમે તેને યોગ્ય માનીએ છીએ કે રાજ્યના પ્રતિવાદીઓને જવાબ આપવા માટે વધુ એક તક પૂરી પાડીએ છીએ. જો કે, સમિતિ પાંચ લાખની ચુકવણીને આધિન રહેશે. જે દરેક સંબંધિત વિભાગોએ ચૂકવવાના રહેશે. આ હુકમની નકલ મુખ્ય સચિવ, ગુજરાત સરકારને સંબંધિતો દ્વારા વહેલાં પાલન થાય તે માટે મોકલવામાં આવશે.
એન.જી.ટી.ના આદેશની અવગણના કરનાર બનાસકાંઠા વહીવટી તંત્રને પ લાખનો દંડ ફટકારાયો

Recent Comments