(એજન્સી) તા.૩૦
આજે જ્યારે ફ્રેેંચ રાફેલ ફાઇટર જેટની બેચના પ્રથમ પાંચ વિમાન ભારતમાં અંબાલા ખાતે આવી ગયાં છે ત્યારે પણ આ રાફેલની ખરીદી અંગેનો વિવાદ હજુ જારી છે. ધ હિંદુ પબ્લિસીંગ ગ્રુપના ડાયરેક્ટર અને પૂર્વ એડિટર ઇન ચીફ એન રામે જણાવ્યું હતું કે ધ હિંદુને રાફેલ તપાસ બાદ એડવર્ટાઇઝીંગ બાબતમાં મોટો ફટકો પડ્યો હતો. આ પડકાર હોવા છતાં એન રામે જણાવ્યું હતું કે હું ઝૂકીશ નહીં. ભારત અને વિશ્વભરમાં અખબારો માટે આ અત્યંત અસાધારણ મુશ્કેલ સમય હતો. એડવર્ટાઇઝમેન્ટ રેવન્યૂમાં મોટો ફટકો પડવા છતાં એન રામે જણાવ્યું હતું કેે અમે ઝૂકીશું નહીં. ધ હિંદુએ ફ્રાંસની ડસોલ્ટ એવીએશન પાસેથી ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા ૭.૮ અબજ યુરોના ખર્ચે ૩૬ મલ્ટી રોલ ફાઇટર એર ક્રાફ્ટની ખરીદી અંગે શ્રેણીબદ્ધ તપાસ અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા. ભારત અને વિશ્વભરમાં અખબારો માટે તે ખૂબ જ મુશ્કેલ સમય હતો પરંતુ તેમણે જણાવ્યું હતું કે તે સમય અખબારો માટે એ નક્કી કરવાનો હતો કે તેઓ સ્વતંત્ર પત્રકારત્વને અનુસરવા માગે છે કે સત્તાધીશોની લાઇનને વશ થઇને ચાલવા માગે છે. એન રામે જણાવ્યું હતું કે સરકારી જાહેર ખબરોના ગાજર દ્વારા નવા ગ્રુપ સામે જબરદસ્ત દબાણ હોય છે. તાજેતરમાં ન્યૂઝ ૧૮ તામિલનાડુના એક વરિષ્ઠ પક્ષકારને રાજીનામું આપવાનું જણાવવામાં આવ્યું હતું જ્યારે સિનિયર એડિટર એમ ગુના સેકરનની સંપાદકીય નિર્ણાયક સત્તાઓ પાછી ખેંચી લેવામાં આવી હતી અને આ બધું દિલ્હીથી મળેલા સીધા આદેશનું પરિણામ હોવાનું જણાય છે. એન રામે ભારતની બંધરણીય સંસ્થાઓના દેખિતા દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેટલાક નોંધનીય ચુકાદાને બાદ કરતાં સુપ્રીમકોર્ટની કેટલીક ઘટનાઓ પણ નિરાશાજનક રહી છે. એ જ રીતે બિહારની આગામી ચૂંટણીઓ અને નજીકના ભવિષ્યમાં અન્ય ચૂંટણીઓમાં ૬૫ વર્ષથી વધુ વય ધરાવતાં મતદારોને પોસ્ટલ બેલટ સેવા આપવાના તાજેતરનું સૂચન નોંધનીય છે. તેમણે દર્શાવ્યું હતું કે તેના કારણે મતદારોને દબાણ અને પ્રભાવિત કરવા માટેના દ્વારો ખુલી જશે. રાજસ્થાન પણ એ બાબતનું ઉદાહરણ છે જેમાં રાજ્યપાલનો કેન્દ્રના એજન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો કે તેમનું માનવું છે કે ઇમર્જન્સીની જેમ બહુમતવાદની લહેર છે તે પણ બદલાઇ જશે.