અમદાવાદ, તા. ૨
ગુજરાત એફએસએલ દેશભરમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ગુજરાત એફએસએલે ઓટોમટેડ ફિંગર પ્રિન્ટ આઈડેન્ટીફીકેશન સિસ્ટમથી ૧પ લાખથી વધારે ગુનેગારોના ડેટા એકઠા કરી લીધા છે. આ સિસ્ટમ ર૦૦૪થી ઓનલાઈન કાર્યરત છે. માત્ર ડેટા બેંક નહીં આ સિસ્ટમના કારણે બે લાખ જેટલા ગુનેગારોની ઓળખ કરી ધરપકડ કરવામાં આવી છે.
ગુનેગારો ની ફિંગરપ્રિન્ટ ડેટા બેંક તૈયાર કરીને તેનો સંગ્રહ કરી શકાય અને તેના ઉપયોગથી વધુને વધુ ગુનેગારોની ઓળખ તાત્કાલીક પ્રસ્થાપિત કરી શકાય એ માટે ડીએફએસ ગાંધીનગર ખાતેના ફીંગર પ્રિન્ટ આઈડેન્ટીફીકેશન સિસ્ટમ (એએફઆઈએસ) ને વેબ બેઝડ સોલ્યુશનથી સજ્જ કરી તેનું અદ્યતન વર્ઝનમાં રૂપાંતર કરવામાં આવ્યુ છે.
૧પ લાખ ર૦ હજાર જેટલા ગુનેગારોનો ફીંગરપ્રિન્ટ રેકોર્ડ સંગ્રહ કરવામાં આવેલ છે. જેના કારણે ૧.૬૬ લાખ જેટલા ગુનેગારોની ઓળખ પ્રસ્થાપિત કરી ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં ર૦૦૪ પહેલા જ્યારે કોઈ ગુનેગાર પકડાય તો જેતે પોલીસ સ્ટેશન મેન્યુઅલી ફીંગરપ્રિન્ટ લઈ ચકાસણી કરવામાં આવતી હતી. જેમાં સમય અને પૈસાનો વ્યય થતો હતો. ત્યારબાદ એફએસએલ દ્વારા ફીંગરપ્રિન્ટસ વિભાગ બનાવવામાં આવ્યો જે ફોરેન્સિક નો એક મહત્ત્વનો વિભાગ છે. જ્યાં ફિંગર પ્રિન્ટ પરીક્ષણ દ્વારા ગુનેગારોની સાચી ઓળખ પ્રસ્થાપિત થાય છે. તેમજ ચોરી, લુંટ, ધાડ, મર્ડર અને અપહરણ જેવી ઘટનાના કોઈ મિશન ઉપરથી મળી આવેલા ફીંગર પ્રિન્ટ કંપેરીઝન દ્વારા ગુનેગારોની ઓળખ પ્રસ્થાપિત કરી ગુનો ઉકેલવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.