તા.ર
ભારતે આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ બે વખત જીત્યું. પ્રથમ વર્લ્ડકપ ૧૯૮૩માં અને બીજુ વર્ષ ર૦૧૧માં વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાની ટીમ સામે પૂર્વ કેપ્ટન ધોનીની શાનદાર સિકસરે ભારતને વર્લ્ડકપ જીતાડયો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને સોમવારે ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. મહેન્દ્રસિંહ ધોનીને આ પદ્મભૂષણ મળવાની ખાસ બાબત એ છે કે જે દિવસે ધોનીને આ સન્માન મળ્યું એ જ દિવસે ધોનીએ ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ જીતાડયું હતું. વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમાયેલ મેચના ફાઈનલ મુકાબલામાં નુવાન કુલશેખરાના બોલ પર જોરદાર સિકસર લગાવીને મહેન્દ્રસિંહ ધોનીએ લાખો ચાહકોના સપના પુરા કરી દીધા હતા. ધ બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ)એ પણ ધોનીના આ ઐતિહાસિક સિકસરનો વીડિયો શેર કર્યો છે. સમગ્ર દેશ આજે વર્લ્ડકપની ૭મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે.