(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિરષ્ઠ નેતા કમલનાથને પાર્ટીના મધ્યપ્રદેશ એકમના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. તેઓ અરૂણ યાદવની જગ્યા પર જવાબદારી સંભાળશે. સાથે જ જ્યોતિરાદિત્ય સિંધિયાને ચૂંટણી ઝુંબેશ સમિતિના ચેરમેન બનાવ્યા છે.
લાંબા સમયના વિલંબ પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી કમલનાથને મધ્યપ્રદેશના પીસીસી ચીફ તરીકે નિમણૂક કર્યા બાદ તેમની બહુમતી નેતાઓ સાથે શું કરવું તે અંગે પ્રશ્ન પૂછાતા તેમણે કહ્યું કે તેઓ દરેક વ્યક્તિના સાથે મિત્રતાભાવ ધરાવે છે. મોટાભાગના નેતાઓ સાથે એમને સારા સંબંધો છે અને તેઓ દરેકની સાથે છે તેમણે જણાવ્યું કે પાર્ટીને સંગઠિત કરવાનો એક મોટો પડકાર છે. આ પડકાર એ રાજ્યને એક નવું પરિમાણ આપવા અને નવી વૃદ્ધિની વાર્તા જણાવવા કોંગ્રેસે સરકાર બનાવવી જોઈએ. જ્યોતિરાદિત્ય સિંધિયા પણ મધ્યપ્રદેશના PCC વગ બનવા માટે આતુર હતા એ હકીકત છે ંતેમાં કોઈ શંકા નથી કે લોકપ્રિય યુવા નેતા છે પરંતુ કોંગ્રેસમાં કમલનાથ સંગઠનના શક્તિશાળી નેતા છે એમની તુલનામાં કોઈ આવી શકે નહી. કોંગ્રેસના નાણાભંડોળની તંગીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. કમલનાથ ચૂંટણીને વધુ સારી રીતે આયોજન કરવામાં મદદ કરી શકે છે.