ભાવનગર, તા.૧૬
વરતેજ પો.સ્ટેના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. પી.આર.સોલંકીની સુચનાથી આજરોજ ભાવનગર-તળાજા હાઇવે,બુધેલ ચોકડી ખાતે વરતેજ પો.સ્ટે.ના એ.એસ.આઇ આર.કે. ગોહિલ તથા હેડ કોન્સ. લખધિરસિંહ બચુભા ઝાલા તથા પો. કોન્સ.કિરીટભાઇ સોરઠીયા નરેન્દ્રસિંહ અમરસિંહ ગોહીલ સતવેન્દ્રસિંહ રાઠોડનાઓ વાહન ચેકિંગમા હાજર હતા દરમ્યાન ખાનગી બાતમી રાહે હકીકત આધારે વોચ ગોઠવી એક એમ્બ્યુલન્સ વાહન રજી.નં.ય્ત્ન ૦૪ ય્છ ૦૪૦૫ મા તપાસ કરતા એક પ્લાસ્ટીકની મોટી થેલી મળી આવેલ જે પ્લા.ની થેલીમા એક સરખા વજનની સુરેશ તમ્બાકુની કાગળની થેલી નંગ-૨૦ વજન આશરે-૪ કિ.ગ્રા. જેની કિ.રૂ.૮૦૦/- ગણી તથા આશરે-૨૦૦ ગ્રામની પ્લા.ની ચુનાની નાની-નાની થેલી ભરેલ પ્લા.ની થેલી નંગ-૦૧,કિં.રૂ.૨૦/- ગણી સદર મુ.માલ સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી મજકુર મહાવિરસિંહ હનુભા ગોહિલ જાતે.ગરાસીયા ઉ.વ.૨૫ ધંધો-ડ્રાઇવર રહે.ભંડારિયાગામ,સરકારી દવાખાના પાસે તા.જી.ભાવનગર, પરેશભાઇ હસમુખભાઇ ઘોરી જાતે.પટેલ ઉ.વ.૨૬ ધંધો.-ખેતી રહે.નવાપરા પ્લોટ વિસ્તાર, ભંડારીયા ગામ તા.જી. ભાવનગરની અટક કરેલ છે.