અમદાવાદ, તા.૩
શહેરના ડોેમેસ્ટિક એરપોર્ટ પર સિક્યુરીટી ચેક દરમિયાન જેટની ફ્લાઈટમાં બેસનાર યુવાનના સામાનની સ્ક્રીનિંગ કરતા કારતૂસ જેવી ચીજ દેખાતા સામાન ચેક કરતા જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે પૂછપરછ કરતાં લાયસન્સ ન હોવાની કબૂલાત કરી હતી. પોલીસે યુવાનની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. શહેરના ડોમેસ્ટિક એરપોર્ટ ટર્મિનલ-૧ ખાતે સિક્યુરીટી હોલ્ડ તરીકે ફરજ બજાવતા રાકેશ કુમાર ગિરી ૧ જુલાઈએ સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બેસનારા મુસાફરોના સામાનનું સ્ક્રીનિંગ કરી રહ્યા હતા. દરમિયાન સિક્યોરીટી હોલ્ડના એક્સ-રેમાં એક મુસાફરના સામાનમાં કારતૂસ જેવી વસ્તુ દેખાઈ હતી. આ અંગે મુસાફર મનોજકુમાર જૈસવાલનો સામાન ચેક કરતાં હેન્ડબેગમાંથી જીવતી કારતૂસ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં તેણે બિહારના સિવા જિલ્લાના તાલુકા જીરાદેયીના સુરવાલ ગામનો રહેવાસી હોવાની કબૂલાત કરી હતી. આરોપી ૨૫ વર્ષનો છે અને તેનો અગાઉ ગુનાહિત ઈતિહાસ છે કે, કેમ અને વિમાનમાં કારતૂસ લઈ જવા અંગેના હેતુની તપાસ ચાલુ છે.