સુરત, તા.ર૩
ફિટનેસના ક્ષેત્રે વિશ્વસનીય બ્રાન્ડ એરોનાં વિવિધ પ્રોડક્ટસ હવે દેશભરમાં ઈ-કોમર્સ થકી સરળતાથી પ્રાપ્ત કરી શકાશે. આગામી સમયમાં એરો ફિટનેસ પ્રોડક્ટસની એક નવી શ્રેણી લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ બધાં જ પ્રોડક્ટસ એમેઝોન થકી મેળવી શકાશે. એરો ફિટનેસમાં મેનેજિંગ ડાયરેક્ટર વહાબ સોપારીવાલાએ જણાવ્યું કે ફેબ્રુઆરી ર૦ર૧માં એમેઝોન પરથી એરો ફિટનેસના બધા જ પ્રોડક્ટસ ઉપલબ્ધ થશે. ભારતનું ફિટનેસ માર્કેટ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ઝડપી શહેરીકરણ અને વધી રહેલી ડિપોઝલ ઈન્કમના જેવા પરિબળોથી માર્કેટનો ગ્રોથ થઈ રહ્યો છે. જે પ્રમાણે ઓનલાઈન પ્રોડક્ટસ ટ્રેન્ડ કરી રહ્યા છે. તે જોતા દેખાઈ રહ્યું છે કે, લોકો હવે કઈ રીતે પોતાના ઘરમાં પરિવર્તન લાવી રહ્યા છે, વહાબ સોપારીવાલાએ વધુમાં જણાવ્યું કે સારી રીતે મળી રહેલી ગ્રાહક સેવા અને કોઈપણ સમસ્યા બાબતે સરળતાથી મળતા સોલ્યુશનને પ ગલે ગ્રાહકો મોટા પ્રમાણમાં ઓનલાઈન ખરીદી તરફ વળી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે મીડિયા અને ઈન્ટરનેટના પગલે છેલ્લા એક દાયકામાં આપણા દેશમાં સ્વાસ્થ્ય પ્રત્યે વ ધુ જાગૃતિ આવી છે. વહાબ સોપારીવાલાએ જણાવ્યું કે મારૂં માનવું છે કે, ઓનલાઈન હેલ્થ અને પર્સનલ કેરમાં એરો એમેઝોન સાથે મળીને વર્ષ ર૦ર૪ સુધી પ૦ ટકા બજાર કવર કરી માર્કેટ લીડર બનીને આગળ આવશે.