ફેસબુક લાઇવમાં જ પાકિસ્તાની બાળકોની મહત્વાકાંક્ષી ઇચ્છાઓ પૂરી  કરનારા અલ્તાનને પાકિસ્તાનમાં એક ખાનગી આવાસીય યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા, ચાલુ મહિને જ તેઓ પાકિસ્તાનની મુલાકાત લઇ શકે

(એજન્સી) અંકારા, તા. ૨
દુનિયાભરમાં ખાસ કરીને મુસ્લિમ દેશોમાં પોતાની લોકપ્રિયતાના ડંકા વગાડનારી તુર્કી સિરિયલ તથા સિરિઝ એર્તુગરૂલ ગાઝીના હીરો એંગિન અલ્તાન પાકિસ્તાનમાં એક મસ્જિદના ઉદઘાટન માટે જશે તેવા અહેવાલ મળ્યા છે. એંગિન અલ્તાન દુઝયતાન તુર્કી ફિલ્મો અને સિરિયલના અભિનેત છે. તુર્કીની ઐતિહાસિક તથા સાહસિક સિરિઝમાં અભિનય માટે તેઓ ખૂબ જાણીતા બન્યા છે. એવા પણ અહેવાલ મળ્યા છે કે, એંગિન અલ્તાનને ઇસ્લામાબાદમાં એક ખાનગી આવાસીય યોજનાના બ્રાન્ડ એમ્બેસેડર પણ નિયુક્ત કરાયા છે. તુર્કીના આ સ્ટારે આ અંગે એક સમજૂતી પર પણ હસ્તાક્ષર કર્યા છે. એંગિન અલ્તાન પાકિસ્તાનના કેટલાક વિખ્યાત લોકો તથા અલગ-અલગ સ્થળો પર બાળકો સાથે મુલાકાત કર્યા બાદ હવે વ્યક્તિગત દેશનો પ્રવાસ કરવા માટે તૈયાર છે. તેમને આ અંગે પાકસ્તાની વીઝા મળી ગયો છે અને આ મહિને જ તેઓ પાકિસ્તાનનો પ્રવાસ કરે તેવા અહેવાલો છે. આ પહેલા અહેવાલોમાં જણાવાયું હતું કે, તુર્કીની આ ધારાવાહિક ડિરિલિસ : એર્તુગુરૂલ ગાઝી કોરોના વાયરસની સ્થિતિને આધારે ઓક્ટોબર તથા નવેમ્બરમાં પાકિસ્તાન જવાની આશા છે. એંગિન અલ્તાનની લોકપ્રિયતા સિરિઝ ડિરિલિસ બાદ પાકિસ્તાનમાં આકાશ આંબી રહી છે. એર્તુગરૂલે પાકિસ્તાનમાં ઉર્દૂ ડબિંગ શરૂ કર્યું છે. તાજેતરમાં જ અભિનેતાએ ફેસબૂક લાઇવમાં ત્રણ પાકિસ્તાની મેક-એ-વિશ ફાઉન્ડેશનના બાળકોની સૌથી મોટી ઇચ્છા પૂરી કરી હતી. તુર્ક સામ્રાજ્યના ઇતિહાસથી પ્રેરિત આ ધારાવાહિકની લોકપ્રિયતાને કારણે એંગિન અલ્તાન હવે વિશ્વભરમાં વિખ્યાત થઇ ગયા છે.