(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
સરકારે બુધવારે તેના સૂચિત ખાનગીકરણ પહેલા સિંગલ બ્રાન્ડ રિટેલ જેવા વિવિધ ક્ષેત્રોમાં સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ) ના નિયમોમાં હળવા બનાવીને એર ઈન્ડીયામાં ૪૯ ટકા, સિંગલ બ્રાન્ડ રિટેલમાં ૧૦૦ ટકા એફડીઆઈને મંજૂરી આપી છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે સ્પષ્ટ કર્યું કે એર ઈન્ડીયાની મહત્વની માલિકી અને અસરકારક કબજો ભારતીય નાગરિકોનો રહેશે. સરકારી પ્રેસ રીલિઝમાં એવું કહેવામાં આવ્યું કે એર ઈન્ડીયામાં સીધી કે આડકતરી રીતે વિદેશી એરલાઈન્સ સહિત વિદેશી મૂડીરોકાણ ૪૯ ટકાથી વધારે નહીં હોય. હાલના નિયમોમાં એર ઈન્ડીયાને બાદ કરતાં વિદેશી એરલાઈન્સને વધુમાં વધુ ૪૯ ટકા સીધા વિદેશી મૂડીરોકાણની મંજૂરી આપવામાં આવી છે. કન્ટ્રક્શન સેક્ટરમાં પણ ઓટોમેટિક રૂટથી ૧૦૦ ટકા વિદેશી રોકાણને મંજૂરી આપવામાં છે. એર ઇન્ડિયા માટે ૪૯ ટકા રોકાણની મંજૂરી આપવામાં આવી છે.બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં નાગરિક ઉડ્ડયન, વિદેશી એરલાઈન્સ સહિત વિવિધ સેક્ટરોમાં નિયમોને હળવા કરવામાં આવ્યાં. સરકારી પ્રેસ રિલિઝમાં એવું કહેવામાં આવ્યું કે દેશમાં વેપાર-કારોબારને સરળ બનાવવાના આશયથી એફડીઆઈ નિયમોને હળવા કરવામાં આવ્યાં છે. એફડીઆઈ પ્રવાહ રોકાણ,વિકાસ, આવક અને રોજગારીમાં વૃદ્ધિ કરે છે. સરકારી પ્રેસ રિલિઝમાં એવું કહેવામાં આવ્યું કે દેશમાં વેપાર-કારોબારને સરળ બનાવવાના આશયથી એફડીઆઈ નિયમોને હળવા કરવામાં આવ્યાં છે. એફડીઆઈ પ્રવાહ રોકાણ,વિકાસ, આવક અને રોજગારીમાં વૃદ્ધિ કરે છે. અગાઉની એફડીઆઈ નીતિમાં વિદેશી એરલાઈન્સ કંપનીઓને સરકારી મંજૂરી મળ્યે બાદ જ રોકાણની મંજૂરી હતી. ઓટેમેટિક રૂટની મંજૂરી મળ્યા બાદ હવે અન્ય કંપનીઓ પણ ભારત તરફ આકર્ષિત થશે. કેમકે હવે ક્લિયરન્સ લેવામાં સરળતા રહેશે.તેના કારણે વિદેશ કંપનીઓને કામ કરવા અનુકૂળ વાતાવરણ મળશે. જેના કારણે અર્થવ્યવસ્થાને ફાયદો થશે અને નવી નોકરીઓના અવસર પણ પેદા થઇ શકે છે. હાલ મલ્ટિનેશનલ રિટેલ કઇ કહેવામાં આવ્યું નથી. કેમકે તેનો કેટલીય રાજનીતિક પાર્ટીઓ અને વ્યાપારિક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. િંસગલ બ્રાન્ડ રિટેલમાં ઓટોમેટિક રૂટથી ૧૦૦ ટકા એફડીઆઇની મંજૂરી આપવાને કારણે વિરોધ શરૂ થઇ ગયો છે. ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કન્ફેડેરેશન (મહાસંઘ) સીએઆઇટીએ તેનો વિરોધ કરતા જણાવ્યું છે કે તેમ કરીને ભાજપે પોતાનો ચૂંટણી વચન તોડ્યું છે. કેમકે આમ કરવાથી બહારની મલ્ટિનેશનલ કંપનીઓ ભારતના માર્કેટ પર કબજો કરી લેશે.
એર ઈન્ડિયામાં ૪૯ ટકા FDI મંજૂરી અંગે કોંગ્રેસે કહ્યું સરકારને કંઈ પડી નથી

કેન્દ્ર સરકારે મૃતપાય પડેલી એર ઈન્ડીયામાં પ્રાણ ફૂંકવાના આશયથી ૪૯ ટકા સીધા વિદેશી મૂડીરોકાણની મંજૂરી આપી છે. કોંગ્રેસે આ મુદ્દે સરકારની સામે બાંયો ચડાવી છે. સરકાર પર એર ઈન્ડીયા માટે કંઈ ન કરવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસના સીનિયર નેતા આનંદ શર્માએ કહ્યું કે ફંડ એકત્ર કરવાની બીજા પણ રસ્તાઓ છે. આ નીતિથી તદ્દન વિરોધી બાબત છે. સરકારી માલિકીની એરલાઈન્સ કંપનીનો કબજો સંભાળી લેવાની વિદેશી એરલાઈન્સને મંજૂરી ન આપી શકાય. આપણે ફક્ત સમાન ભાગીદારી આપી શકીએ. શર્માએ કહ્યું કે આ વાતથી જાહેર થયું છે કે સરકાર અન્ય કોઈ રીતે ફંડ એકત્ર કરવા માંગતી નથી. રવિવારે એક સંસદીય પેનલે એવું સૂચન કર્યું હતું કે સરકારે તેના નિર્ણયની સમિક્ષા કરવી જોઈએ કારણ કે એવે સમયે કે જ્યારે એરલાઈન્સે સંચાલનીય નફો દર્શાવ્યો છે તેવે ટાણે તેમાં વિદેશી મૂડીરોકાણની મંજૂરી આપવી સલાહભર્યું નથી.