(એજન્સી) નવી દિલ્હી, તા.૭
દિલ્હીના ઉપરાજ્યપાલે દિલ્હી સરકારના પ્રત્યેક નિર્ણય બાબત જુદો મત ધરાવવો નહીં જોઈએ. અદ્યપિ એમની પાસે સંપૂર્ણ સત્તા છે કે એ જુદો નિર્ણય લઈ શકે છે પણ એ મતભેદ તુચ્છ અથવા જુઠ્ઠાણાંની બાબતો માટે નહીં હોવો જોઈએ એ મૂળ મુદ્દાઓ બાબત હોવો જોઈએ. જજ દીપક મિશ્રાએ મૌખિક દલીલો દરમિયાન કહ્યું. દિલ્હી સરકારની મદદ અને સલાહ સ્વીકારવી જોઈએ ત્યાં સુધી કે એ સલાહો સત્તાનો દુરૂપયોગ નહીં ચૂકવતી હોય. દિલ્હીના ઉપરાજ્યપાલ અને દિલ્હી સરકારની સત્તાઓ બાબત દલીલો થઈ રહી હતી. ઉપરાજ્યપાલનો હસ્તક્ષેપ ઝઘડામાં પરિણમે એ સ્તરનું નહીં હોવું જોઈએ. મુદ્દાઓ અને હકીકતોનો મૂલ્યાંકન સકારાત્મક બાબતો ધ્યાનમાં રાખી કરવો જોઈએ. ઉપરાજ્યપાલ એમની બંધારણીય ફરજો બજાવી રહેલ છે એ વખતે એમને ધ્યાન રાખવું જોઈએ કે રાષ્ટ્રની રાજધાની હોવાના નાતે દિલ્હીને વિશેષ દરજ્જો અપાયો છે. જેથી આ દરજ્જાથી મળેલ વિશેષ અધિકારોનો દુરૂપયોગ પણ નહીં થવો જોઈએ. ઉપરાજ્યપાલ વહીવટની દરેક બાબતોમાં સલાહો નહીં આપવી જોઈએ. જજ અશોક ગુપ્તાએ કહ્યું કે સમગ્ર મંત્રીમંડળના વિચારો ફકત એક વ્યક્તિના વિચારોથી નહીં દોરાવવા જોઈએ. જજ મિશ્રાએ કહ્યું કે ઉપરાજ્યપાલ બધી બાબતો માટે ધ્યાન આપી શકે છે પણ કઈ બાબતોમાં ધ્યાન આપવું અને કઈ બાબતોમાં નહીં આપવું એ મુદ્દા ઉપર આધાર રાખે છે. અમે એ મુદ્દાઓની વિગતે ચર્ચા નથી કરતા પણ મુખ્ય મુદ્દાઓ હોવા જોઈએ. દિલ્હી સરકાર વતી રજૂઆત કરતા વકીલે કહ્યું કે ઉપરાજ્યપાલને અધિકાર છે. એ જ્યારે સત્તાનો દુરૂપયોગ થતો હોય ત્યારે દરમિયાનગીરી કરી શકે અને એ દરમિયાનગીરી પણ એ પોતાની અંગત રીતે નહીં પણ રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે જ કરી શકે છે કારણ કે એ રાષ્ટ્રપતિ વતી જ ફરજો બજાવે છે. જો રાજ્ય સરકારની નીતિઓ સંપૂર્ણપણે દેશના હિતમાં અથવા લોકોના હિતમાં વિરૂદ્ધમાં હોય તો એ ચોક્કસ દરમિયાનગીરી કરી શકે છે પણ હાલના કેસમાં ઉપરાજ્યપાલ દરરોજની કામગીરીમાં દરમિયાનગીરી કરી રહ્યા છે. ઉપરાજ્યપાલ પાસે એવી ઘણી ફાઈલો પડી છે જેનો નિકાલ એક વર્ષ થયું છે તેમ છતાંય નિકાલ કરાયું નથી જેથી મહત્ત્વના મુદ્દાઓ બાબતના નિર્ણયો પણ અટકી પડ્યા છે. વકીલે કહ્યું કે સંસદ દિલ્હી માટે પણ કાયદાઓ ઘડે છે પણ એના અમલથી તક તો દિલ્હી સરકારને આપો જે એમનો અધિકાર છે. છેવટે દિલ્હી સરકારનું પણ પોતાનું સમાંતર અસ્તિત્વ છે.
એલજી અને દિલ્હી સરકારના વિચારોમાં મતભેદો હોઈ શકે છે પણ એ તુચ્છ અને જુઠ્ઠાણાં ભરેલ નહીં હોવા જોઈએ : સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

Recent Comments