જૂનાગઢ, તા.૬
તાજેતરમાં એશિયા ખંડમાં યોજાયેલ ર૦મી એશિયન માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશીપ રૂગાઉ-ચીન ખાતે યોજવામાં આવેલ હતી. સમગ્ર ભારત દેશમાંથી ર૧પ એથ્લેટોએ ભાગ લીધો હતો. તેમાં માસ્ટર એથ્લેટિક એસોસિએશન ઓફ ગુજરાત તરફથી ૧૧ ખેલાડીઓએ એન્ટ્રી ભરેલ હતી. તેમાંથી ૯ ખેલાડીઓ ચીન ખાતે હાજર રહ્યા હતા. એશિયાખંડના કુલ ર૦ દેશોમાંથી રપ૦૦ ખેલાડીઓએ એથ્લેટિક ઈવેન્ટમાં ભાગ લીધો હતો. તમામ ભાગ લેનાર એશિયન દેશોની મેડલની સ્પર્ધામાં ચીન પ્રથમ ક્રમે, ભારત દેશ ૧૪૬ મેડલો સાથે જાપાનને ટક્કર આપી બીજા સ્થાને રહેલ હતું. જ્યારે જાપાન દેશ ત્રીજા સ્થાને રહેલ.
આ એશિયન ચેમ્પિયનશીપમાં ગુજરાતના ખેલાડીઓએ પણ એક ગોલ્ડ, ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ સાથે કુલ સાત મેડલો મેળવી ગુજરાત અને ભારતને ભવ્ય સિદ્ધિ હાંસલ કરી દબદબો જાળવી રાખેલ હતો.
નામ જિલ્લો એઈજ ગ્રુપ ઈવેન્ટ મેડલ
મોહનભાઈ ચૌહાન ભાવનગર ૮પ+ જેવેલીન થ્રો ગોલ્ડ
મોહનભાઈ ચૌહાન ભાવનગર ૮પ+ ગોળા ફેંક સિલ્વર
મોહનભાઈ ચૌહાન ભાવનગર ૮પ+ ૪ ૧૦૦ મી. રીલે દોડ સિલ્વર
ભાનુમતિબેન પટેલ જૂનાગઢ ૭પ+ પ કિ.મી. ચાલવાની સ્પર્ધા સિલ્વર
ભાનુમતિબેન પટેલ જૂનાગઢ ૭પ+ પ૦૦૦ મી. દોડ સિલ્વર
સોમજીભાઈ હઠીલા દાહોદ ૪પ+ પ૦૦૦ મી. દોડ બ્રોન્ઝ
સોમજીભાઈ હઠીલા દાહોદ ૪પ+ ૧૦,૦૦૦ મી. દોડ બ્રોન્ઝ
આલોક પ્રદીપકુમાર ગાંધીનગર ૪૦+ ચક્ર ફેક ૪થા સ્થાને
પ્રીતિબેન ચાવડા વડોદરા ૩પ+ પ૦૦૦ મી. દોડ ૪થા સ્થાને
પ્રીતિબેન ચાવડા વડોદરા ૩પ+ ૧૦,૦૦૦ મી.દોડ ૪થા સ્થાને
ભાનુમતિબેન પટેલ જૂનાગઢ ૭પ+ ૧પ૦૦ મી.દોડ પમાં સ્થાને
આ તમામ ખેલાડીઓએ મેડલો મેળવી એશિયામાં ગુજરાતને સ્થાન અપાવી ગૌરવ અપાવેલ છે. આ તમામ ખેલાડીઓને માસ્ટર એથ્લેટિક એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ દિલુભા વાળા, આઈ.યુ.સીડા તથા મંત્રી વી.એન. પાઠકે ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે.