બ્રિસ્બેન, તા. ૨૫
બ્રિસ્બેનના ગાબા મેદાન ખાતે રમાઈ રહેલી એસીજ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે ઇંગ્લેન્ડના પ્રથમ દાવમાં ૩૦૨ રન ઓલઆઉટના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ તેના પ્રથમ દાવમાં ૩૨૮ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. રમતના અંતે ઇંગ્લેન્ડે તેના બીજા દાવમાં બે વિકેટ ગુમાવીને ૩૩ રન કર્યા હતા. આ ટેસ્ટમાં હવે પરિણામ આવે તેવી શક્યતા છે. એકબાજુ ઇંગ્લેન્ડ આવતીકાલે દિવસ દરમિયાન બેટિંગ કરીને જંગી લીડ મેળવી લેવા પ્રયાસ કરશે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયા તેના વહેલી તકે આઉટ કરવાના પ્રયાસ કરશે. આજે સ્ટીવ સ્મીથે શાનદાર સદી કરી હતી. તે ૧૪૧ રને અણનમ રહ્યો હતો. તેની શાનદાર સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ પ્રવાસી ટીમ પર નજીવી લીડ મેળવી હતી. ઇંગ્લેન્ડ તરફથી બ્રોડે ત્રણ, એન્ડરસને બે વિકેટ ઝડપી હતી.
સ્કોરબોર્ડ : બ્રિસ્બેન ટેસ્ટ
ઇંગ્લેન્ડ પ્રથમ દાવ : ૩૦૨
ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ :
બેનક્રોફ્ટ કો. બેરશો
બો. બ્રોડ ૦૫
વોર્નર કો. માલન
બો. બેલ ૨૬
ખ્વાજા એલબી બો. અલી ૧૧
સ્મિથ અણનમ ૧૪૧
હેન્ડ્‌સકોંબ એલબી
બો. એન્ડરસન ૧૪
માર્શ કો. એન્ડરસન
બો. બ્રોડ ૫૧
પેઇની કો. બેરશો
બો. એન્ડરસન ૧૩
સ્ટાર્ક કોએન્ડ બો. બ્રોડ ૦૬
કમિન્સ કો. કુક.
બો. વોક્સ ૪૨
હેજલવુડ બો. અલી ૦૬
લિયોન કો. કુક બો. રૂટ ૦૯
વધારાના ૦૪
કુલ (૧૩૦.૩ ઓવરમાં ઓલઆઉટ) ૩૨૮
પતન : ૧-૭, ૨-૩૦, ૩-૫૯, ૪-૭૬, ૫-૧૭૫, ૬-૨૦૨, ૭-૨૦૯, ૮-૨૭૫, ૯-૨૯૮, ૧૦-૩૨૮
બોલિંગ : એન્ડરસન : ૨૯-૧૦-૫૦-૨, બ્રોડ : ૨૫-૧૦-૪૯-૩, અલી : ૩૦-૮-૭૪-૨, વોક્સ : ૨૪-૫-૬૭-૧, બેલ : ૧૮-૩-૭૭-૧,રૂટ : ૪.૩-૦-૧૦-૧
ઇંગ્લેન્ડ બીજો દાવ
કુક કો. સ્ટાર્ક
બો. હેજલવુડ ૦૭
સ્ટોનેમન અણનમ ૧૯
વિન્સ કો. સ્મિથ
બો. હેઝલવુડ ૦૨
રુટ અણનમ ૦૫
વધારાના ૦૦
કુલ (૧૬ ઓવરમાં બે વિકેટે ) ૩૩
પતન : ૧-૧૧, ૨-૧૭
બોલિંગ : સ્ટાર્ક : ૫-૧-૧૪-૦, હેઝલવુડ : ૫-૧-૧૧-૨, કમિન્સ : ૩-૨-૧-૦, લિયોન : ૩-૦-૭-૦