ભરૂચ, તા.ર૦
કોરોના વાયરસની મહામારીના કારણે હાલ ચોથા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે અને અર્થતંત્રની વ્યવસ્થાને ધ્યાને રાખી સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેમાં એસટી બસો પણ શરૂ કરવાની પરવાનગી મળી છે. પરંતુ શાળા-કોલેજો અને કંપનીઓ બંધ હોવાના કારણે એસટી બસોમાં મુસાફરોનો અભાવ જોવા મળી રહ્યો છે. જેમાં પ્રથમ દિને જ ડેપો ખાલીખમ જોવા મળ્યો હતો.
ત્યારે સરકારી એસટી બસો પણ મુસાફરોની સલામતીને ધ્યાને રાખી બસ શરૂ કરવાનો આદેશ આપતા જ ભરૂચમાં પણ એસટી ડેપો સવારે શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રથમ એક બસ ભરૂચથી વાગરા શરૂ કરવામાં આવી હતી. જેમાં ૫૬ બેઠકની બસમાં માત્ર ૩૦ જ મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક ફરજિયાત અને સૅનેટાઈઝ સહિત ટેમ્પરેચર માપી બસને રવાના કરવામાં આવી હતી. પરંતુ ભરૂચ જિલ્લામાં ચોથા તબક્કાના લોકડાઉનમાં શાળા-કોલેજો અને કંપનીઓ બંધ રહેતા મુસાફરોની અવરજવર ઓછી હોવાના કારણે એસટી ડેપો મુસાફરો વિના ખાલી ખમ જોવા મળ્યો હતો. ત્યારે લોકડાઉનના કારણે લોકોની ઓછી અવરજવર ના કારણે ડેપો ખાલી જોવા મળી રહ્યો છે અને ડેપોમાંથી નીકળતી એસટી બસ માત્ર જે તે એસટી ડેપોના સ્ટેન્ડ ઉપર ઉભી રહેશે અને જાહેર માર્ગ ઉપરથી કોઈપણ મુસાફરોને બેસાડવામાં નહીં આવે તેવું ભરૂચ નિયામક એસ.પી. માત્રોજાએ જણાવ્યું હતું.
એસટી બસ દોડાવાની મંજૂરી પણ મુસાફરો વિના ભરૂચ ડેપો ખાલીખમ

Recent Comments