(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
શહેરના લાજપોર કપલેઠા ગામ વચ્ચે સ્કૂલ રિક્ષા અને એસટી બસના પાછળના ભાગે ઘુસી જતાસર્જાયેલ અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત ચાર વિદ્યાર્થીઓ ઘવાતા તમામને નજીકના ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળે છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે લાજપોરથી કપલેઠા ગામ તરફ સ્કૂલ રિક્ષામાં ૮ થી વધુ વિદ્યાર્થીઓ બેસેલા હતા રિક્ષા ચાલક પૂરઝડપે રિક્ષા હંકારી આગળ ઉભેલી એસટી બસના પાછળના ભાગે ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષા ચાલક ઉપરાંત ત્રણ વિદ્યાર્થીઓને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. અકસ્માતની જાણ ગામના લોકોને થતાં મોટા ભાગના ગામના લોકો ભેગા થઇ રિક્ષામાં ઘયાવેલ વિદ્યાર્થીઓ અને ચાલકને બહાર કાઢ્યો હતો અને ઘયાવેલા રિક્ષા ચાલક અને વિદ્યાર્થીઓને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હોવાનું જાણવા મળે છે. આ બનાવ અંગે સચીન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.