(સંવાદ દાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૯
જામનગર નજીકના સિકકા ગામે જી.એસ.એફ.સી. દ્વારા ગેરકાયદેસર દિવાલ બાંધકામ અંગેના આંદોલનમાં તારીખ ૨૩-૭-૨૦૧૯ના રોજ જી.એસ.એફ.સી દ્વારા સિકકા ગામના આગેવાનો તેમજ લોકો ઉપર પોલીસ તેમજ એસ.ડી.એમ.ને માર મારવા અંગેની કરેલી ફરિયાદમાં તહોમતદારોના આગોતરા જામીન હાઇકોર્ટ દ્વારા મંજૂર કરાયા છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક મોટી ખાવડી સ્થિત આવેલ ગુજરાત સ્ટેટ ફટીલાઇઝર કોર્પોરેશન લી. કંપની દ્વારા સિકકા ગામે રેસ.નં. ૧૬૭, પૈકી, ૧,૬૭ પૈકી ૨ માં તેમાં દિવાલ બનાવતી હોઇ જેથી છેલ્લા પાંચ માસથી સિકકાના ગ્રામજનો દ્વારા દિવાલના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થાય તેમજ તે વિસ્તારમાં આવેલ દરગાહનો રસ્તો બંધ થાય તેમજ તે દિવાલ અને ગેસની પાઇપલાઇન ના કારણે લોકોની જાનમાલની સલામતી જોખમાઇ તેમ હોય જેથી સરકાર વિભાગના બધા જ તંત્રોમાં લેખિતમાં આ ગેરકાયદેસર દિવાલ અંગે રજૂઆતો કરેલ હોવા ઉપરાંત સિકકા નગરપાલિકા દ્વારા ૧૮ શરતોને આધિન જી.એસ.એફ.સી.ને બાંધકામને અંગે આપેલ મંજૂરીની શરતો પણ કંપની દ્વારા ભંગ કરવામાં આવતો હોય અને સતત રીતે લોકોની જાનમાલની સલામતી જોખમાઇ તે રીતે કંપની દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હતી. જેથી લોકો તે બાબતે લોકશાહીનો આંદોલને કરતા તે આંદોલન તોડી પાડવા માટે કંપની દ્વારા તેમની પાસે બાંધકામની મંજુરી ન હોવા છતાં સરકારી અધિકારી, કર્મચરીઓને હાજર રાખી અને ગેરકાયદેસર રીતે દાદાગીરીથી દિવાલ બનાવવાનો પ્રયત્ન કરતા હાજર રહેલા લોકોએ આ બાબતે લોકશાહી ઢબે વિરૂધ્ધો કરતા હોવા છતાં કંપની દ્વારા સરકારી તંત્રનો ઉપયોગ કરી તારીખ ૨૩-૭-૨૦૧૯ ના રોજ કંપનીના વાઇસ પ્રેસીડેન્ટ, દિલીપકુમાર કાંતિલાલ ગાંધી દ્વારા સિકકા પોલીસ સ્ટેશનમાં સિકકાના ગ્રામજના જેઓ લોકઆંદોલન ચલાવતા હોય તેવા બધા જ આગેવાનોમાંથી અમુક આગેવાનના નામજોગ તેમજ અજાણ્યા ૨૦૦ શખ્સોના ટોળા સામે આઇપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૦૭, ૧૮૮, ૩૨૨, ડેમેજીસ પ્રોપટી એકટની કલમ મુજબની ફરિયાદ આપેલ હતી. સિકકા ગામના આગેવાનો તેમજ ૨૦૦ જણાના ટોળા દ્વારા અમો અમારી કંપનીની દિવાલ અંગેનું કામ કરતા હોય ત્યારે આ ગામજનો દ્વારા ગુસ્સે થઇ અને અમોને મારી નાખવાના ઇરાદે અમારી ઉપર હુમલો કરેલ અને આ હુમલામાં જામનગર ગ્રામ્યના મદદનીશ કલેકટર અને એસડીએમ ચૌધરી તેમજ પંચકોશી પોલીસ સ્ટેશન તેમજ સિકકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકોને ગંભીર ઇજા પહોંચાડી કાવતરું કરી અને પોતાના હેતુ પારપારવા માટે હુમલો કરેલ તેવા મતલબની ફરિયાદ કરેલ હતી. સિકકા ગામના આમદભાઇ સુલેમાનભાઇ સુભણીયા, અકબર હુશેનભાઇ રેલીયા, આમીન અલાખરખા, કકલ, ખાતુનબેન ઇબ્રાહીમભાઇ સુભણીયા, હવાબેન અબ્બાસભાઇ બારૌયા, વિગેરે આ બનાવમાં જી.એસ.એફ.સી. દ્વારા સિકકા ગામના આગેવાનો અને અમોને ખોટી રીતે સંડોવી દીધેલ હોય તેવી તેમના વકીલ હારુન પલેજા તથા સિકંદર સયૈદ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા રૂા. ૧૦,૦૦૦ ના આગોતરા જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે. આ કામમાં તહમોતદારના વકીલ તરીકે એડવોકેટ નુરમામદ પલેજા, શકીલ નોયડા તથા કુરેશી વસીમ રોકાયેલા હતાં.