નવી દિલ્હી, તા.૧૩

ભારતીય ઝડપી બોલર એસ.શ્રીસંત ઉપર સ્પોટ ફિક્સિંગ માટે લાગેલો સાત વર્ષનો પ્રતિબંધ રવિવારે પૂર્ણ થયો છે. શ્રીસંત ઉપર શરૂઆતમાં આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પરંતુ તેણે નિર્ણયની વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરી. અંદાજીત ૨૭ વર્ષના શ્રીસંતે પહેલા જ સ્પષ્ટ કરી દીધુ હતું કે પ્રતિબંધ પૂર્ણ થતા તે ઘરેલૂ કારકિર્દીને ફરીથી શરૂ કરવાનો વિચાર છે. તેમની ઘરેલુ રાજ્ય કેરલે વચન આપ્યું છે કે ઝડપી બોલર પોતાની ફિટનેસ સાબિત કરી આપે તો તેના નામ પર વિચાર કરવામાં આવશે. શ્રીસંતે પ્રતિબંધ પૂર્ણ થવાના થોડા દિવસ પહેલા શુક્રવારે ટિ્‌વટ કર્યું હતું કે હું હવે તમામ પ્રકારના આરોપોમાંથી સંપૂર્ણ રીતે મૂક્ત છું. હવે તે રમતનું પ્રતિનિધિત્વ કરીશ જે મને સૌથી વધુ પસંદ છે. શ્રીસંતે કહ્યું કે મારી પાસે મહત્તમ પાંચથી સાત વર્ષ બાકી છે, હું જે પણ ટીમ વતી રમીશ તેના માટે હું પ્રયત્ન કરીશ. કોરોના વાયરસ રોગચાળાને કારણે ભારતીય ઘરેલુ સીઝન મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  ભારતની ઘરેલુ સીઝન ઓગસ્ટમાં શરૂ થાય છે, પરંતુ રોગચાળાને કારણે આખો કાર્યક્રમ વ્યસ્ત થઈ ગયો છે. શ્રીસંત પર આઈપીએલ સીઝનમાં સ્પોટ ફિક્સિંગના આક્ષેપ માટે આજીવન પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ ગયા વર્ષે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ તેની શપથવિધિ કરી હતી.