(એજન્સી) ગાંગટોક, તા.૯
ઓસ્કાર પુરસ્કાર વિજેતા સંગીતકાર એ.આર.રહેમાન સોમવારે વિધિસર રીતે સિક્કીમના બ્રાંડ એમ્બેસેડર તરીકે જાહેર કરાયા છે.
એ.આર. રહેમાને પ્રતિક્રિયા આપી કે તેમને એવા રાજ્યના બ્રાંડ એમ્બેસેડર બનાવાયા છે જે રાજ્ય દેખાવે અને સાંસ્કૃતિક રૂપથી સુંદર છે. રહેમાને ધ રેડ પાંડા વિન્ટર કાર્નિવલ-ર૦૧૮ની શરૂઆતમાં સન્માનિત કરાયા હતા. જેના ઉદ્દેશ રાજ્યની વિશેષતાઓ સાથે પર્યટનને પ્રોત્સાહન આપવાનું છે. રાજ્યના વિકાસ અને આકર્ષક સંસ્કૃતિથી તેઓ પ્રભાવિત છે. મુખ્યમંત્રી પવન ચામલીંગે રહેમાનનું સન્માન કરતા કહ્યું કે તેમની સાથે મળી રાજ્યને નવી ઊંચાઈઓ અને ઉપલબ્ધિઓ સુધી પહોંચાડવા તેઓ ઉત્સુક છે.