ભૂજ,તા.૩૦
પશ્ચિમ કચ્છ પોલીસમાં આસિસ્ટન્ટ પોલીસ સબઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ઉમર ઈસ્માઈલભાઈ નોડેએ તા.ર૪/૭ની સાંજે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
ભૂજના કેમ્પ એરિયામાં રહેતા ઉમર નોડે પોલીસમાં હોવા છતાં સરળ સ્વભાવના હતા. ભૂજ પોલીસ મથક ઉપરાંત એસ.પી. કચેરીમાં તેમણે ફરજ બજાવ્યા બાદ હાલમાં જ તેમની બદલી મુંદ્રા મરીન પોલીસ મથકમાં થઈ હતી. તેઓ પોતાના બિમારીવશ બે સંતાનોની ચિંતામાં રહેતા હોઈ તેમણે બુધવારે આ પગલું ભરી લીધું હતું. તેમના એક પુત્રને મધુપ્રમેહ હતો જ્યારે એક પુત્ર માનસિક બિમાર હતો.