અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર માસ્ક વિના ફરતા કે નાકની નીચે માસ્ક આવી ગયું હોય તેવા કિસ્સામાં વાહનચાલકો કે રાહદારીઓને પકડી દંડ વસૂલ કરી રહ્યું છે. તે સારી વાત છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા જરૂરી પણ છે. પરંતુ સૌથી વધુ કોરોના જો ફેલાયો હોય તો શાકભાજીના ફેરિયાઓના માધ્યમથી ફેલાયો હતો. તેમ છતાં મોટાભાગના શાકભાજીની લારીવાળા કે ફૂટપાથ પર વેચતા શાકભાજીવાળા માસ્ક પહેરવામાં ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે. પ્રસ્તુત તસવીર જમાલપુર ઓવરબ્રિજ નીચેની છે. જ્યાં શાકભાજીનું વેચાણ કરતા એકેય વિક્રેતાના મોઢા પર માસ્ક નથી ત્યારે શું આને તંત્ર ગંભીરતાથી લેશે ?