નવી દિલ્હી, તા.ર૦
ઇંગ્લૅન્ડના મહાન બૅટ્સમૅન માઇક બ્રિયરલી ટાટા ગ્રુપ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા મુંબઈ આવ્યા છે.
આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપનું આયોજન કરવાનો જે પ્રસ્તાવ મૂક્યો છે એને પણ બ્રિયરલીએ ટેકો આપ્યો હતો.
ભારતીય ક્રિકેટ બોર્ડે ઑસ્ટ્રેલિયામાં પોતાની ટીમ ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ નહીં રમે એવું થોડા અઠવાડિયા પહેલાં કહ્યું હતું અને એ સંબંધમાં થતી ચર્ચામાં બ્રિયરલીએ ભારતને વખોડ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના આયોજનથી ટેસ્ટ-ક્રિકેટને ઘણી મદદ મળશે. ટેસ્ટ-ક્રિકેટને બચાવવા અને એના રક્ષણ માટે સત્તાધીશોએ બનતા બધા જ પ્રયાસો કરવા જોઈએ. ડે ઍન્ડ નાઇટ ટેસ્ટએ પ્રયત્નોનો જ એક ભાગ છે. ભારતે ઍડીલેઇડમાં ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ રમવાની ના પાડી છે એ સાંભળીને મને બહુ દુઃખ થયું હતું. લાંબો વિચાર કર્યા વગરનો આ નિર્ણય કહેવાય.’
ઑસ્ટ્રેલિયામાં ડે-નાઇટ ટેસ્ટ રમવાની ના પાડવા બદલ બ્રિયરલીએ ભારતને વખોડ્યું

Recent Comments