પેરિસ,તા.૩૧
ઓકસફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર તારિક રમજાન પર એક મહિલા દ્વારા જાતિય હુમલાનો આરોપ મુકવામાં આવ્યો હતો. ફરિયાદી મહિલાએ હવે એે ઘટનામાં પોતાનું નિવેદન ફેરવી તોળ્યું છે. મુસ્લિમ વિદ્વાન તારિક પર બળાત્કારના આરોપ મુકનાર ચાર ફરિયાદીઓ પૈકીના પ્રથમ હેંડ અયરીએ શરૂઆતમાં ન્યાયાધીશને કહ્યું હતું કે તેણી તારિક રમજાનને પેરિસની પ્લેસડીલા રિપબ્લિકમાં ક્રાઉન પ્લાઝા હોટલમા માર્ચ ર૦૧રમાં મળી હતી. અયરીએ હવે આ નિવેદન પરથી ફેરવી તોળ્યું છે અને કહ્યું કે તે પૂર્વી પેરિસમાં ગારે ડી.એલ. એસ્ટ ટ્રેન સ્ટેશન પાસેની હોલિડે ઈન હોટલમાં ર૬ મે ર૦૧રના રોજ તારિકને મળી હતી. ૪૧ વર્ષીય મહિલા અધિકાર કાર્યકર્તાએ કહ્યું કે તેણે તમામ દસ્તાવેજોની સંપૂર્ણ રીતે ચકાસણી કરી છે. જેમાં એક ડાયરી પણ સામેલ છે. આ ડાયરીને કારણે મહિલાને એવો વિશ્વાસ હતો કે આ ઘટના માર્ચમાં નહીં પણ મે મહિનામાં બની હતી. મહિલા દ્વારા કરાયેલ નવા ખુલાસા અંગે તારિકના વકીલ ઈમાનુઅલ માર્સિનીએ પ્રતિક્રિયા માટે ફ્રાંસીસી કોર્ટમાં બોલાવ્યા હતા. વકીલનું કહેવું છે કે મહિલાએ તેના નિવેદનમાં હોટલ બદલી પછી તારીખો બદલી અને ટૂંક સમયમાં જ અપરાધીને બદલી નાખશે. આ એક ગંભીર બાબત છે કોર્ટે તેના પર વિચાર કરીને તારિકની સજા ઓછી કરવી જોઈએ.