(એજન્સી) તા.૭
સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું કે પશ્ચિમી યમનના ઓક્ટોબરથી અત્યાર સુધી ૧૩૯ નાગરિક મૃત્યુ પામ્યા છે અથવા ઘાયલ થયા છે. સંયુક્ત રાષ્ટ્રના માનવીય મામલાઓના સમન્વય માટે ઓફિસે જણાવ્યું કે ઓક્ટોબરમાં ૪૯ અને નવેમ્બરમાં અલ હુદેદા રાજ્યમાં ૭૪ નાગરિક મૃત્યુ પામ્યા છે અથવા ઘાયલ થયા છે. અલ હુદાયદારમાં એક વ્યાપાર પરિસરમાં ૩ ડિસેમ્બરે થયેલા હુમલામાં છ શ્રમિકોના મોત થયા અને ૧૦ ઘાયલ થયા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પામેલા અને ઘાયલ લોકોની સંખ્યા વિશે કોઈ અન્ય માહિતી આપવામાં આવી નથી. ઓસીએચએ મુજબ અલ હુદેદામાં સંઘર્ષ હાલના મહિનાઓમાં વધી ગયો છે અને યમનમાં વિરોધી દળોને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનું ઉલ્લંઘન કરનારા નાગરિકોની વિરૂદ્ધ હુમલાઓને રોકવા જોઈએ. યમન ર૦૧૪ પછીથી હિંસા અને અરાજકતાથી ઘેરાઈ ગયું છે, જ્યારે હૌથી વિદ્રોહીઓએ દેશના વધુ પડતા ભાગ પર કબજો કરી લીધો હતો, જેમાં રાજધાની અમલદારશાહી પણ સામેલ હતી. ર૦૧પમાં સંકટ વધી ગયું જ્યારે સઉદીના નેતૃત્વવાળા ગઠબંધને હૌથી પ્રાદેશિક લાભ પરત કરવાના ઉદ્દેશથી વિનાશકારી હવાઈ અભિયાન શરૂ કર્યું. માનવામાં આવે છે કે, નાગરિકો સહિત ૧૦,૦૦૦થી વધુ યમનીઓને સંઘર્ષમાં મારી નાખવામાં આવ્યા છે, જેનાથી વિશ્વનું સૌથી મોટું માનવીય સંકટ ઊભું થયું છે. જેમાં લાખો લોકોના ભૂખમરાનું જોખમ છે.