સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ચેરમેન અદાર પૂનાવાલાની ખાતરી : ૫૦ ટકા ડોઝ ભારત માટે અને બાકીના ૫૦ ટકા ડોઝ ગરીબ રાષ્ટ્રો માટે ઉત્પાદિત કરાશે

 

 

(એજન્સી) તા.રપ
પૂણે સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ચારમેન અદાર પૂનાવાલાએ સ્પટનિક મેગેઝિનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ખાતરી આપી હતી કે કોરોના વાઇરસ માટે ઓક્ષફર્ડ યુનિવર્સિટિ દ્વારા શોધાયેલી રસીના ૧૦૦ કરોડ ડોઝનું આગામી એક વર્ષમાં ભારતમાં જ ઉત્પાદન કરવામાં આવશે. કુલ ઉત્પાદિત જથ્થામાંથી ૫૦ ટકા ડોઝ ભારતના લોકોના ઉપયોગ માટે રાખવામાં આવશે જ્યારે બાકીના ૫૦ ટકા ડોઝ ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સિન એન્ડ ઇમ્યુનાઇઝેશન (ય્છફૈં)ની મદદથી વિશ્વના ગરીબ રાષ્ટ્રોને મોકલી આપવામાં આવશે. વિશ્વમાં તમામ પ્રકારની દવાઓ અને રસીઓ વિશ્વના તમામ દેશોને કોઇપણ જાતના ભેદભાવ વિના સરળતાથી મળતી રહે એવા આશય સાથે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્‌સ ફાઉન્ડેશન દ્વારા સરકારી અને ખાનગી ભાગીદારીના મોડેલ આધારિત ય્છફૈંની સ્થાપના કરી હતી. હાલ સમગ્ર વિશ્વસ્તરે જુદા જુદા દેશીનો કંપનીઓ કુલ ૧૪૦ રસીની શોધ કરી રહી છે અને આ રસીના ટ્રાયલ જુદા જુદા તબક્કે આવી પહોંચ્યા છે. કોરોના વાયરસની રસીની સૌ પ્રથમ શોધ વિશ્વ સમક્ષ મૂકવાની સ્પર્ધામાં સૌથી આગલી હરોળમાં અમેરિકાની ફાર્માસ્યૂટિકલ કંપની ફાઇઝર અને ઓક્ષફર્ડ યુનિવર્સિટિ અને ચીનની કેનસીનો બાયોલોજિક્સ સૌથી આગળ છએ. આ કંપનીઓ ઉપરાંત રશિયાની ગામેલ્યા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી એન્ડ માઇક્રોબાયોલોજી દ્વારા પણ યુદ્ધના ધોરણે કોરોનાની રસી શોધવાનું કામ ચાલી રહ્યું છે. ભારતમાં પણ હૈદરાબાદની ભારત બાયોટેક, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ) અને ઝાયડસ કેડિલા કંપનીને કોરાનાની રસીના હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. નવી દિલ્હી સ્થિત એઇમ્સ દ્વારા ગત ગુરૂવારે આ રસીનો હ્યુમન ટ્રાયલ પણ શરૂ કરી દેવાયો હતો અને પ્રથમ ડોઝ એક ૩૦ વર્ષના તંદુરસ્ત નાગરિકને આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છએ કે હાલ કોઇપણ અસરકારક દવા કે રસીની ગેરહાજરીમાં કોરોના વાયરસ ભારતમાં દિવસેને દિવસે વધુને વધુ વિકરાળ બનતો જાય છે, કેમ કે છેલ્લા બે દિવસથી એક દિવસમાં અડધો લાખ જેટલા નવા કેસ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા ૧૩ લાખની નજીક પહોંચી ગઇ છે.