જામનગર, તા.૧ર
ઓખાના સમુદ્રમાંથી એક શંકાસ્પદ જહાજને કોસ્ટગાર્ડ દ્વારા આંતરવામાં આવ્યું છે અને તપાસનો ધમધમાટ શરૃ કરવામાં આવ્યો છે.
ઓખા કોસ્ટગાર્ડની શીપ સમુદ્રમાં પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ જહાજ સમુદ્રમાં જોવા મળતા કોસ્ટગાર્ડ દ્વારા તેને આંતરવામાં આવ્યું હતું અને તેના કેપ્ટન સહિતના કર્મચારીઓની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી.આ દરમિયાન સંતોષકારક વિગતો નહીં મળતા આ શંકાસ્પદ જહાજને ગઈકાલે ઓખાની જેટી ઉપર લાવી લંગારી દેવામાં આવ્યું હતું.
હાલ કેન્દ્ર સરકાર હસ્તકની વિવિધ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૃ કરવામાં આવ્યો છે. જો કે, આ બાબતે સતાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
ઓખા દરિયામાંથી કોસ્ટગાર્ડ શંકાસ્પદ જહાજ ઝડપ્યું

Recent Comments