અમદાવાદ, તા.૧પ
નવી દિલ્હી-તિલકરાજ વચ્ચે પાંચમી તેમજ છઠ્ઠી રેલલાઈનના કનેક્શન સંબંધે નોન ઈન્ટરલોકિંગ કાર્યને કારણે ૧૯ જુલાઈની ઓખાથી ઉપડતી ટ્રેન નંબર ૧૯પ૬પ ઓખા દહેરાદૂન સંપૂર્ણ રદ રહેશે. આ જ પ્રકારે દહેરાદૂનથી ર૧ જુલાઈના રોજ ઉપડતી ટ્રેન નંબર ૧૯પ૬૬ દહેરાદૂન-ઓખા એક્સપ્રેસ રદ રહેશે. ઉપરાંત અમદાવાદ ડિવિઝન પર વિજાપુર તથા આંબલિયાસણ વચ્ચે દોડતી ૭૯૪૮પ/૭૯૪૮૬/૭૯૪૮૭/૭૯૪૮૮/૭૯૪૮૯/૭૯૪૯૦ વિજાપુર-આંબલિયાસણ રેલબસ સેવા રિપેરિંગ અને મેઈન્ટેનન્સ કાર્યને લીધે ર૭ જુલાઈ ર૦૧૯ સુધી રદ રહેશે.
ઓખા-દહેરાદૂન એક્સપ્રેસ ૧૯મી અને વિજાપુર-આંબલિયાસણ રેલ બસ સેવા ર૭મીએ રદ રહેશે

Recent Comments