(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૯
આણંદ ટાઉન પોલીસ મથકનાં પી.એસ.આઈ કે જી ચૌધરી સહીત સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળી હતી કે ઓડ ગામનો એક શખ્સ બનાવટી નોટો લઈને ચિખોદરા ચોકડી થઈ આણંદ શહેરમાં ગંજબજારમાં વટાવવા માટે મોટર સાયકલ લઈને આવી રહ્યો છે,જે બાતમીનાં આધારે પોલીસે શહેરમાં શાસ્ત્રી મેદાન પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબનાં વર્ણનવાળી મોટર સાયકલ લઈને જીજ્ઞેસકુમાર ભુપેન્દ્રભાઈ પટેલ રહે.ઓડ સરદાર ચોક ગાયત્રી મંદીર પાસે આવતા પોલીસે તેને રોકીને તેની તલાસી લેતા તેનાં ખીસ્સામાંથી રૂ।.૧૦૦, ૨૦૦ ,૫૦૦ અને ૨૦૦૦નાં દરની ભારતીય ચલણી નોટો મળી આવી હતી,જેમાં નકલી નોટો પર એક નંબરની એકથી વધુ નોટો હતી જેથી પોલીસે જુદા જુદા દરની ૧૬૪ નકલી ચલણી નોટો જેમાં ૧૦૦નાં દરની ૬૦ નોટ,૨૦૦નાં દરની ૨૪ નોટ,૫૦૦નાં દરની ૪૪ નોટ,૨૦૦૦નાં દરની ૩૬ નોટ મળી કલુ ૧,૦૪૮૦૦નાં રૂ।.ની ચલણી નોટો મળી આવી હતી. જેથી એક જ નંબરની કેટલીક નોટો હોઈ આ ચલણી નોટો નકલી હોવાનું જણાત પોલીસે બેંક ઓફ બરોડામાં ચેક કરાવતા આ ચલણી નોટો ડુપ્લીકેટ હોવાનું જણાયું હતું,જેથી પોલીસે નકલી ચલણી નોટો કબ્જે કરી આ બનાવ અંગે જીજ્ઞેસ ભુપેન્દ્રભાઈ પટેલ રહે.ઓડ સરદાર ચોક,ગાયત્રી મંદીર પાછળ વિરૂદ્ધ આણંદ ટાઉન પોલીસ મથકે ઈપીકો કલમ ૪૮૯ એ,૪૮૯ બી,અને ૪૮૯ સી મુજબ ગુનો નોંધી તેની વધુ પુછપરછ કરતા તે પોતાનાં ધરમાં કલર પ્રીન્ટર પર આ ચલણી નોટો છાપતો હોવાનું તેમજ સાંજનાં સમયે દુકાનમાં ભીડભાડ હોય અથવા સીનીયર સીટીઝન વેપારી દુકાનમાં બેઠા હોય ત્યારે ચીજ વસ્તુઓની ખરીદી કરી તે નોટો વટાવી લેતો હતો તેમજ અત્યાર સુધીમાં તેણે ૬૦ થી ૭૦ હજારની નકલી નોટો બજારમાં વટાવી હોવાની કબુલાત કરતા પોલીસે આરોપીનાં રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
ઓડનો યુવક ઘરમાં પ્રિન્ટર પર નકલી નોટો છાપતો હતો : ૧.૦૭ લાખની નક્લી નોટો કબજે કરાઈ

Recent Comments