(એજન્સી) તા.૭
પશ્ચિમ બંગાળમાં કોરોના વાઈરસના અત્યાર સુધી ૨૨ હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. રાજ્યમાં આ ઘાતક મહામારીથી અત્યાર સુધીમાં ૭૫૭ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યમાં ૩૧ જુલાઈ સુધી લૉકડાઉનની જાહેરાત કરી છે.
આ દરમિયાન મમતા બેનરજીએ જાહેરાત કરી હતી કે રાજ્યોમાં શૂટિંગની શરૂઆત થઇ શકે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે બંગાળમાં રિયાલિટી શોની શૂટિંગ શરૂ કરવામાં આવી શકે છે. આ દરમિયાન સેટ પર ફક્ત ૪૦ ક્રૂ સભ્યોને કામ કરવાની છૂટ મળશે. જ્યારે આ શોમાં લાઈવ ઓડિયન્સ હાજર નહીં રહે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસને લીધે માર્ચ મહિનાથી જ દેશમાં ટીવી કાર્યક્રમ, ફિલ્મ વગેરેની શૂટિંગ સંપૂર્ણપણે બંધ છે. જોકે આર્થિક પ્રવૃત્તિઓને ફરી પાટે લાવવા આ કામને ફરી ધીમે ધીમે શરૂ કરવામાં આવી રહ્યાં છે. જ્યારે મુખ્યમંત્રી મમતા બેનરજીએ એક મોબાઇલ એપ રજૂ કરી હતી જે દસ્તાવેજોને સ્કેન કરી શકે છે.
આ એપ રાજ્યના ઈન્ફર્મેશન ટેક્નોલોજી વિભાગે બનાવી છે. આ એપ રજૂ કરતાં મમતા બેનરજીએ કહ્યું કે આ દેશભક્તિનું ઉદાહરણ છ. ચીનના ઉત્પાદનનો બહિષ્કાર કરવાનું આહ્વાન વચ્ચે કેન્દ્ર સરકારે ૫૯ ચાઈનીઝ એપ પર બેન મૂક્યાના અમુક દિવસ બાદ જ પશ્ચિમ બંગાળ સરકારે સેલ્ફ સ્કેન એપ શરૂ કરી હતી. એપની શરૂઆત થાય બાદ બેનરજીએ કહ્યું કે હું હંમેશા મારા દેશમાં બનેલી એપનો ઉપયોગ કરવા માગુ છું.