(એજન્સી) તા.૬
ઇન્ટરનેટ, ટ્રોલ્સ અને એબ્યુઝથી અજાણ નથી અને ઓનલાઇન ટોળાના હાથમાં એ એક શક્તિશાળી શસ્ત્ર છે. તાજેતરમાં શાયર, કવિ અને ગીતકાર હુસૈન હૈદરીને બદનામ કરવા માટે ઓફ ઇન્ડિયા દ્વારા એક બદનક્ષીકારક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ઓનલાઇન ટોળા દ્વારા મારી ફિલ્મનો બહિષ્કાર કરવા માટે હેશટેગ શરૂ કરવામાં આવ્યો હતો. આખરે મારે મારું ટ્‌વીટર એકાઉન્ટ ડિલીટ કરવું પડ્યું હતું કારણ કે લોકો ડાયરેક્ટર અને મને ધમકી આપી રહ્યાં હતાં એવું હૈદરીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે આ બાબત ચિંતાજનક અને ભયજનક છે કારણ કે ટ્રોલ આર્મી એવા વાસ્તવિક ટોળાનું બનેલ છે જે મને ધમકી આપે છે. તેની પાછળનો મુખ્ય હેતુ સામાજિક બહિષ્કાર કરવાનો હોય છે જે ઓલઆઉટ કલ્ચરનું એક મુખ્ય ઉદાહરણ છે. લક્ષિત સમુદાયો અને લોકોનો ઇન્ટરનેટ પર સામાજિક બહિષ્કાર કરવો એ એક ટ્રેન્ડ બની ગયો છે. આ ઓનલાઇન મોબ જેઓ પોતાની વિચારધારાને અનુસરતા નથી એવા લોકોની પાછળ પડી જાય છે. આ માટે તમારે માત્ર કી બોર્ડ અને કેટલાક ફોલોઅર્સની જરુર પડે છે. પરંતુ જેમને નિશાન બનાવવામાં આવે છે તેમના માટે પરિણામો ખરેખર વિનાશકારી હોય છે. ધ વાયરના એડિટર અરફાખાનુમે જણાવ્યું હતું કે મે જ્યારે સીએએ વિરોધી દેખાવો દરમિયાન ભાષણ આપ્યું અને વિદ્યાર્થીઓને ધાર્મિક ધોરણે વિરોધ નહીં કરવા અનુરોધ કર્યો ત્યારે આઇટી સેલે મારા શબ્દોને તરોડી મરોડીને શેર કર્યા હતાં અને મારા ભાષણનો ભડકાઉ વીડિયો વાઇરલ કર્યો હતો. ઓનલાઇન નફરત, ટ્રોલિંગ એક પ્રકારનું સામાજિક બહિષ્કાર ઊભો કરે છે. ઓનલાઇન ટ્રોલિંગ દ્વારા એવું જાણવા મળ્યું છે કે જે લોકો અસંમત થાય છે અને શાસક સરકાર વિરુદ્ધ વલણ અખત્યાર કરે છે તેમને આ પ્રકારના ટ્રોલિંગ દ્વારા ભયાનક કનડગતનો સામનો કરવો પડે છે. ટ્રોલિંગ એક પ્રકારની કેન્સલ કલ્ચર ઊભી કરે છે અને તે દ્વારા કોઇની વિશ્વસનીયતાને સંગઠનની રીતે વખોડી કાઢવામાં આવે છે. ઓનલાઇન મોબ પોતાને અનુકૂળ આવે એ રીતે ગેરમાહિતી ફેલાવે છે અને નફરત ભડકાવે છે.