૧૩ વર્ષની કિશોરીની માતાએ જણાવ્યું છે કે અમે બે છેડા ભેગા કરવા સંઘર્ષ કરી રહ્યાં છીએ ત્યારે આ પરિસ્થિતિમાં મને મારી પુત્રીના અભ્યાસને અગ્રીમતા આપીને તેના માટે નવો ફોન ખરીદવો અમને પરવડે નહીં
(એજન્સી) તા.૧૧
મે છ મહિનાથી એક પણ પુસ્તક વાચ્યું નથી. મારી શાળા માર્ચમાં બંધ થઇ ગઇ હતી અને ત્યાર બાદ હું અભ્યાસ કરી શકી નથી એવું ૧૪ વર્ષની કિર્તી યાદવે જણાવ્યું હતું. તે જૂનના અંતિમ સપ્તાહમાં કેરીઓ ચૂંટવા માટે પોતાના માતા સાથે આંબાવાડીમાં જતી હતી. મારા માતા એ વખતે કોઇ કામ કરતાં ન હતાં હવે તે ઘરેલુ નોકર તરીકે કામ કરવા જાય છે અને ઘરના કામકાજ હું સંભાળું છું એવુ કિર્તીએ જણાવ્યું હતું. જ્યારથી ઉ.પ્ર.માં અનલોક જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી ૧૪ વર્ષની કિર્તી યાદવ ખેતીવાડીના કામકાજમાં પોતાની માતાને મદદ કરવા ખેતરે જવા લાગી છે. કિર્તીએ લોકડાઉનમાં શાળાઓ બંધ થઇ તે પહેલા માર્ચમા ંધો.૮ની પરીક્ષા આપી હતી. ઉ.પ્ર.ના શ્રાવસ્તી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કિર્તી યાદવ જેવી છોકરીઓ ઓનલાઇન ક્લાસીઝમાં હાજરી આપતી નથી કારણકે છોકરાઓને મોબાઇલ ફોનનો ઘરે ઉપયોગ કરવા મળે છે. ૧૩ વર્ષની કિશોરીની માતાએ જણાવ્યું છે કે અમે બે છેડા ભેગા કરવા સંઘર્ષ કરી રહ્યાં છીએ ત્યારે આ પરિસ્થિતિમાં મને મારી પુત્રીના અભ્યાસને અગ્રીમતા આપીને તેના માટે નવો ફોન કરીદવો અમને પરવડે નહીં. ઉ.પ્ર.માં કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ રહેવાથી ગ્રામીણ વિસ્તારોમાં કન્યા કેળવણીને મરણતોલ ફટકો પડ્યો છે. કોવિડ-૧૯ના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાના કેન્દ્ર સરકારના આદેશના પગલે શાળાઓ અને કોલેજોએ સ્માર્ટ ફોન અને કમ્પ્યુટરના ઉપયોગ સાથે ઓનલાઇન વર્ગો ચલાવવાનું શરૂ કર્યુ છે પરંતુ જે વિદ્યાર્થીઓને તેની પહોંચ નથી તેમના માટે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સરકાર દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યાં નથી તેથી ગ્રામીણ વિસ્તારોમાં છોકરીઓમાં શૈક્ષણિક અંતર વધતું જાય છે. વિશ્વવ્યાપી ધોરણે ૨૦૦ મિલીયનથી વધું મહિલા અને પુરૂષોને ઇન્ટરનેટની પહોચ છે, પરંતુ મહિલાઓ પાસે પુરૂષોની તુલનાએ મોબાઇલની સુવિધા ૨૧ ટકા ઓછી છે. આ પ્રકારનો તફાવત માત્ર ઇન્ટરનેટના ઉપયોગમાં જ છે એવું નથી, પરંતુ મહિલા અને પુરૂષના સાક્ષરતા દરમાં પણ આ તફાવત દેખાય છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા અનુસાર ઉ.પ્રમાં મહિલાનો સાક્ષરતા દર ૫૯.૨૬ ટકા હતો જ્યારે પુરૂષોનો સાક્ષરતા દર ૭૯.૨૪ ટકા છે.
Recent Comments