(એજન્સી) તા.૮
દેશમાં કોરોના વાયરસ મહામારી વચ્ચે સ્કૂલો બંધ હોવાને કારણે ઓનલાઈન વર્ગોને લઈને એક ચર્ચા ચાલી રહી છે. ઓનલાઈન ક્લાસીસના પક્ષમાં પ્રસિદ્ધ વૈજ્ઞાનિક કે. કસ્તુરીરંગન પણ નથી, તેમનું કહેવું છે કે, પ્રત્યક્ષ શારીરિક ઉપસ્થિત અને પરસ્પર માનસિક સંતુલન મહત્વપૂર્ણ હોય છે. આની સાથે શાળાના બાળકોમાં ચંચળતા અને રચનાત્મકના આવે છે.
મળેલ માહિતી અનુસાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ર૦૧૯ના માળખું તૈયાર કરનારી સમિતિના અધ્યક્ષ સામ-સામેના સંપર્ક, વાતચીત અને વિચારોના આદાન-પ્રદાનની પારંપરિક નીતિઓ પર જોર આપ્યું છે. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક કે. કસ્તુરીરંગન એક સમાચાર એજન્સીથી વાતચીત દરમ્યાન કહ્યું કે, મૂળ રૂપે બાળકોને શારીરિક અને માનસિક સંપર્ક ઘણો જરૂરી છે. ઓનલાઈન શિક્ષણથી બાળકોમાં ચંચળતા, રચનાત્મકતા અને ઘણી અન્ય ચીજો ક્યારે નથી આવી શકતી.
રિપોર્ટસ અનુસાર કે. કસ્તુરીરંગન ૧૯૯૪થી ર૦૦૩ દરમ્યાન ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના અધ્યક્ષ પણ રહ્યા છે. કે. કસ્તુરીરંગને કહ્યું કે, મગજનો ૮૬ ટકા વિકાસ ૮ વર્ષની ઉંમર સુધી થઈ જાય છે. બાળકના પ્રારંભિક સમયનું મૂલ્યાંકન ઘણી સતર્કતાથી થવું જોઈએ. તેમનું કહેવું છે કે, જો તમે વાતચીતના માધ્યમથી સતત મગજના વિકાસનું કાર્ય નથી કર્યું તો પ્રત્યક્ષરૂપે તમે તમારા યુવાનોને સર્વશ્રેષ્ઠ મગજ શક્તિ અને પ્રસ્તુતિથી વંચિત રહી શકે છે.
ત્યારે અન્ય પ્રસિદ્ધ વૈજ્ઞાનિક પ્રોફેસર સીએનઆર રાવે પણ બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવા પર અસહમતી દર્શાવી છે. પ્રોફેસર સીએનઆર રાવે બાળકોના મનમગજને પ્રેરિત કરવામાં માનવીય દખલના માધ્યમથી સારી વાતચીતને મહત્ત્વપૂર્ણ બતાવી છે. બતાવીએ કે પ્રોફેસરને ર૦૧૪માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જવાહરલાલ નહેરૂ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાઈન્ટિફિક રિસર્ચના માનદ અધ્યક્ષ અને લિનસ પોલિંગ રિસર્ચ પ્રોફેસરનું કહેવું છે કે, કે.જી. વર્ગ-૧ અને વર્ગ-રના બાળકોને ઓનલાઈન શિક્ષણને ખતમ કરવું જોઈએ. હું ઓનલાઈન શિક્ષણના પક્ષમાં નથી આપણે બાળકો સાથે સારી રીતે સંપર્ક કરી વાતચીત કરી શકીશે એટલે વ્યક્તિથી વ્યક્તિના સંપર્કની આવશ્યકતા છે. આ પ્રકારે બાળકોના મનને પ્રેરિત કરી શકાય છે.