(એજન્સી) તા.૧૭
સોશિયલ મીડિયા પર સક્રિય કાર્યકર્તાઓએ ઓમાનમાં એક આંતરરાષ્ટ્રીય સ્કૂલના અભ્યાસક્રમની તસવીર શેર કરી છે. જેનાથી વ્યાપક વિવાદ ઊભો થયો છે. અલ-ઈબાદા ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવવામાં આવેલા પાંચમા ધોરણના એક ચિત્રમાં મધ્યપૂર્વમાં એક નકશો દર્શાવવામાં આવ્યો છે જેમાં પેલેસ્ટીનને ઈઝરાયેલથી બદલી દેવામાં આવ્યું છે. એટલે કે પેલેસ્ટીનને સ્થાને ઈઝરાયેલને દર્શાવાયું છે. એટલે કે પેલેસ્ટીનને સ્થાને ઈઝરાયેલને દર્શાવાયું છે. સ્કૂલે જણાવ્યું કે ટીચરે તંત્રને જાણ કર્યા વિના એક મેપને એક વેબસાઈટ પરથી અભ્યાસક્રમમાં સામેલ કરી લીધો. કાર્યકર્તાઓએ નોટ કર્યું કે કેટલાક વિદ્યાર્થીઓએ આ વિશે સ્કૂલ તંત્રને ફરિયાદ કરી તો કેટલાક વાલીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ઘટના પર ચર્ચા કરવા માટે પ્રેરિત કર્યા. સ્કૂલતંત્રએ પ્રશ્ન પર શિક્ષિકાને બરતરફ કરી દીધી છે. સ્કૂલ તંત્રએ જણાવ્યું કે અમે ચિન્હિત કરી રહ્યા છીએ કે અમે પોતાના અભ્યાસક્રમનું ગંભીર મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને અમે બધું રદ કરી દઈશું જે અમારા ધાર્મિક અને રાષ્ટ્રીય સિદ્ધાંતોને પૂર્વાગ્રહિત કરી શકે છે.