(એજન્સી) તા.ર૯
સમાચાર મુજબ ઓમાને જાહેરાત કરી છે કે તેણે રવિવારથી પોતાનું કોરોના વાયરસ રસીકરણ અભિયાન શરૂ કરી દીધું છે. જેમાં ફાઈઝર અને બાયોનટેક દ્વારા વિકસિત વેક્સિન સામેલ છે. જે ફ્રન્ટલાઈન વર્કર્સ, જૂના રોગવાળા લોકો અને વૃદ્ધ લોકો સહિત નબળા સમૂહોને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ રીતે છઠ્ઠો અરબ દેશ અને ખાડીમાં અંતિમ રસીકરણ શરૂ કરનારો દેશ બની ગયો. ફાઈઝર-બાયોએનટેક વેક્સિનનો પ્રથમ જથ્થો સલ્તનતના સશક્ત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યો.અત્યાર સુધી છ ખાડી દેશો સહિત આઠ અરબ દેશોએ રસી મેળવી છે. અન્ય બે અરબ દેશ મોરક્કો અને સુદાન છે. તેમાંથી પાંચ તમામ ખાડી રાજયો, યુએઈ, બેહરીન, સઉદી અરબ, કુવૈત અને કતારે પહેલા જ પોતાના રસીકરણ અભિયાન શરૂ કરી દીધા છે.