(સંવાદદાતા દ્વારા)
બોડેલી, તા.૯
બોડેલી તાલુકાના જબુગામ ઓરસંગ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા બે મશીન અને આઠ ટ્રક ગાંધીનગર વિજીલન્સ ટીમે ઝડપી પાડ્યા હતા. દરોડામાં કુલ ૩.પ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીમાંથી નીકળતી સફેદ સોના જેવી રેતીની માંગ રાજ્ય સહિત બીજા અન્ય રાજ્યમાં હોવાથી ઓરસંગ નદીમાંથી કાયદેસર કે ગેરકાયદેસર રેતી ખનનને લઈ નદી રૂપરેખા બદલાઈ ગઈ છે જ્યારે રેતી ખનનને લઈ નદી ઊંડી થતાં છોટાઉદેપુર જિલ્લામાં પાણી સ્તર પણ મળતું નથી જેને લઈ નદીના પટના લોકો પાણી માટે વલખાં મારે છે પરંતુ રેતી માફિયાઓને કોઈપણ પ્રકારની અડચણ વગર સ્થાનિક તંત્રના ખોફ વગર બિન્દાસ્ત રેતી ખનન ચાલુ રાખે છે. બોડેલી તાલુકાના જબુગામ ઓરસંગ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા બે મશીન અને ૮ ટ્રકો ગાંધીનગર વિજિલન્સ ટીમે ઝડપી પાડી હતી અને દરોડામાં કુલ ૩.પ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું સ્થાનિક તંત્રને આ ગેરકાયદેસર રેતી ખનન નજરે પડતું નથી ? તેઓ સવાલ લોકોમાં ઉઠ્યો છે.