(સંવાદદાતા દ્વારા) સુરત તા.ર૧
ઓરિસ્સાથી સુરત આવવા નીકળેલી પુરી – સુરત એક્સપ્રેસ ટ્રેન હાથી સાથે અથડાતા ટ્રેનની એક બોગી ડિરેલ થઇ હતી. આ અકસ્માતમાં કુલ ૬ પૈંડા રેલવે ટ્રેક પરથી ખડી પડ્યા હતા. જો કે મુસાફરોને કોઇ ઇજા પહોંચી ન હતી. ઓરિસ્સા ટેરેટરીના જંગલમાંથી પસાર થઇ રહેલી પુરી-સુરત એક્સપ્રેસ ટ્રેન હાથી સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હતબારી અને સંર્બલપુરના માનેશ્વર રેલવે સ્ટેશન વચ્ચે ઓરિસ્સામાં મધરાતે ૨.૦૪ મિનિટે આ ઘટના બની હોવાનું સત્તાવાર નિવેદન ઇસ્ટકોસ્ટ રેલવે દ્વારા આપવામાં આવ્યું છે. આ અકસ્માતમાં કુલ ૬ પૈડા રેલવે ટ્રેક પરથી ખડી પડ્‌યા હતા. આ ઘટનામાં કોઇપણ પેસેન્જર ઇજાગ્રસ્ત કે જાનહાનિ થઇ નથી. તમામ મુસાફરો સાથે ટ્રેનના લોકો પાઇલોટ પણ સલામત હોવાનું જાણવા મળ્યું છે.