(એજન્સી) ભુવનેશ્વર, તા. ૨૦
ભારતીય એરફોર્સનું હોક વિમાનને ઓરિસ્સાના મયૂરગંજમાં અકસ્માત નડ્યો.સદનસીબે તેમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ પાયલટને ઈજા પહોંચી. ભારતીય વાયુસેના દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી અનુસાર,કલાઈકુંડથી રૂટીન ઉડાણ પર ઉપડેલા હોકને ૩ વાગ્યાની આસપાસ મયૂરગંજમાં અકસ્માત નડ્યો હતો. પાયલટને વિમાનમાંથી બહાક કાઢીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં હતા. દુર્ઘટના પાછળનું કારણ જાણવા મળ્યું નથી. ઘાયલ પાયલટને ઝારખંડની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં જ્યાં તેમની તબિયત સારી હોવાનું જણાવવામાં આવે છે. વિમાનના બીજા પાયલટને પણ ઈજા પહોંચી હોવાનું જણાવવામાં આવે છે. તેમની નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તપાસમાં દુર્ઘટના પાછળનું કારણ જાણવા મળશે તેવું એરફોર્સ દ્વારા કહેવામાં આવ્યું. હોક વિમાન નિત્યક્રમ અનુસાર કલાઈકુંડાથી ઉડાણ ભરી હતી ત્યાર બાદ થોડા સમયમાં તૂટી પડ્યું હતું. તાલીમાર્થી પાયલટે સેફ્ટી બેલ્ટ પહેરીને જીવ બચાવવામાં સફળ રહ્યાં. એરફોર્સમાં જમીની હુમલાઓ, ઉડાણ તાલીમ, હથિયાર તાલીમ માટે હોક વિમાનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ વિમાન નીચે પાંખોવાળું તથા મેટલના માળખાવાળું હોય છે. તે આડોર એમકે ટર્બોફેન એન્જિન દ્વારા ચાલે છે.
ઓરિસ્સાના મયૂરગંજમાં એરફોર્સનું હોક વિમાન દુર્ઘટનાગ્રસ્ત : પાયલટ ઘાયલ

Recent Comments