(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૯
સુરત જિલ્લાના ઓલપાડમાં છેલ્લા વીસ-વીસ વર્ષથીરસ્તા બનાવવામાં નહીં આવતા ગ્રામજનોએ આજે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્ય મલેક વસીમરાજા શબ્બીરની આગેવાની હેઠળ ગ્રામજનોએ ડીડીઓને આપેલા આવેદનપત્રમાંશ્વ જણાવ્યું હતું કે, ઓલપાડના કુંભારવાડ વિસ્તાર મેઈનરોડથી મંદિર સુધી, જુનાપુરાશ્વ, રહેમતનગર, કુંભારવાડથી બાવા ફળિયા, દાદાનગરશ્વ, આહિરવાડ (ખોડિયાર મંદિર), મોટા ફળિયુ, દિલદાર નગર, ઝીલમીલશ્વ/ દિલદારનગર સહિતના વિસ્તારોમાં આજે છેલ્લા લગભગ ૧૦ થી ૨૫ વર્ષના સમયગાળામાં ઓલપાડ પ઼ચાયત દ્વારા વિકાસશીલ મુદ્દાઓને કોઈપણ પ્રકારના કામ થયા નથી.લોકો દ્વારા ઓલપાડ પંચાયતને વારંવાર લેખિત અને મૌખિકશ્વમાં ગ્રામસભામાં કે પંચાયતની સામાન્ય સભામાં રજૂઆત કરવા છતાં પણ ઓપલાડ પંચાયત દ્વારા કોઈ પણ ઉપરોકત જણાવેલ કોઈપણ પ્રશ્નોના આજદિન સુધી કોઇ નિકાસ આવેલ વિકાસથી વંચિત કેટલાક વિસ્તારોની ચોમાસામાં ઘણી દયાજનક સ્થિતિ ઊભી થાય છે. કારણ કે એ વિસ્તારમાં રસ્તાઓ ન હોવાથી ચોમાસામાં પાણી ભરાય છે. જેના લીધે લોકો ઘર બહાર નીકળી શકતા નથી. તથા ગટર યોજના નિષ્ફળ જવાથી ગટરનું પાણી પણ રોડ ઉપર આવે છે. આ ગટરનું પાણી પીવાના પાણીમાં ભરવાથી કે ગટરના પાણીનો ભરાવો થવાથણી મોટો રોગચાળો ફાટવાની શક્યતા છે. આ વિસ્તારના લોકો દ્વારા અમોને કહેવામાં આવે છે. રસ્તાઓ ન હોવાના લીધે, ગટરના પાણીભ રાવવાના લીધે તથા સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી જિંદગી નરક થયેલ છે. આમરોજ બરોજ મરવું અને ફરતા અમો લોકો ઘરના તમામ લોકોને લઈ અમારી માંગણી સંતનોષવામાં ન આવે તો અમો લોકો ઓલપાડ સુરત મેઈન રોડ પર પરિવાર સાથે રહેવાનું ચાલુ કરી દઈશું પછી ભલે કોઈ મોટા વાહનની અડફેટમાં આવી મૃત્યું થાય તો એની સંપૂર્ણ જવાબદારી આપશ્રીની રહેશે.