(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા ખાતે જુદા-જુદા સ્થળેથી લાયસન્સ વગર દવાખાના ચલાવતાં ચાર બોગસ તબીબને ઝડપી પાડી પોલીસે ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ૧૯૬૦ની કલમ ૩૦-૩૧ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઓલપાડ પોલીસે ગઈકાલે લાયસન્સ વગર દવાખાના ચલાવતા તબીબો વિરૂદ્ધ કાયદાનો કોયડો વિજ્યો હતો. જેમાં ગુજરાત મેડિકલ જનરલ પ્રેક્ટિસનું લાયસન્સ વગર દવાખાનું ધરાવતા આદર્શ સોસાયટી વિભાગ-૨માં આવેલ પ્રિતી ક્લિનિકના બોગસ તબીબ રામસગાર દુખરનપ્રસાદ સિંગ, સાયણ સુગર રોડ, અંકિત એસ્ટેટની સામે દવાખાનું ચલાવતા મોહંમદ અનીશ મોહંમદ ઈસ્લામ અન્સારી, સાયણની સિવાણ જતા રોડ પર કિંજલપાર્ક સોસાયટીના મકાન નંબર-એલ-એચ-૧૪માં દવાખાનું ચલાવતા દેવકુમાર નારાયણ ચંદ્ર હરી તથા શિવનગર કોમ્પલેક્ષમાં દવાખાનું ધરાવતા રમેશ હરીભાઈ રાવત વિરૂદ્ધ ઓલપાડ પોલીસે ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એકટ ૧૯૬૩ની ક્લમ ૩૦-૩૧ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.