(સંવાદદાતા દ્વારા) સુરત, તા.રપ
જ્યારે ઓલપાડના લવાછા ગામેથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થાની કાર્ટીંગ થઈ રહી હતી. તે દરમિયાન એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે ત્યાં દરોડા પાડી દારૂના જથ્થા સાથે ૪ કાર સહિત રૂા.૨૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે બૂટલેગરો ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
પી.એસ.આઈ. જે.એસ.કંડોરિયા અને પી.એન.ઝીંઝુવાડિયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે નરથાણ ગામની સીમમાં તાપીવેલી સ્કૂલની પાછળ આવેલા વિપુલ પટેલના તબેલાની બાજુમાં ખૂલ્લી જગ્યામાં બૂટલેગરો નરેશ કાંતીપટલે, સંજય ઉફેર પાંડુ મહાદેવ પટેલ, દિપક કાંતી પટેલ દ્વારા અલગ-અલગ વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરવામાં આવી રહ્યો છે તે બાતમીના આધારે તેમની ટીમે ત્યાં છાપો માર્યો હતો. જો કે, બુટલેગર નરેશ, સંજય ઉફેર પાંડુ મહાદેવ પટેલ, દિપક કાંતી પટેલ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસે રૂા.૫ લાખના દારૂના જથ્થા સાથે ૪ કાર બે બાઈક સહિત ૨૧૮૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. બનાવ અંગે ઓલપાડ પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.