(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૯
સુરત શહેર સહિત જિલ્લામાં બે દિવસથી મેઘરાજાની એન્ટ્રી થઇ છે. જા કે ચોમાસુ હજુ બેઠુ નથી તેવું ફલડ કંટ્રોલ દ્વારા જાણવા મળ્યુ છે. નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે સુરત સહિત રાજયમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે સુરત સહિત જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઇ છે. રવિવારે સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં દેમાર વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં બેથી ત્રણ ફુટ જેટલા પાણી ભરાઇ ગયા હતા. સુરતમાં લગભગ ત્રણ થી સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લાં બે દિવસથી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ધીમી ધારે પડી રહ્યા છે. અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે. છેલ્લાં ૨૪ કલાક દરમ્યાન બારડોલીમાં ૩ મીમી, કામરેજમાં ૧ મીમી, માંગરોળમાં ૪ મીમી, ઓલપાડમાં ૨૬ મીમી, પલસાણામાં ૩ મીમી, સુરત શહેરમાં ૧૧ મીમી, ચોર્યાસીમાં ૩ મીમી વરસાદ ખાબકયો છે. બાકીના તાલુકા કોરા કટ જાવા મળ્યા છે. વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સવારે પડેલા વરસાદથી લોકોમાં ખુશી જોવા મળી હતી.