મેલબર્ન,તા.૩૦
ઓલરાઉન્ડર ડાર્સી શોર્ટનો ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાના વનડે સ્ક્વોડમાં સમાવેશ થયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સોમવારે આ અંગે જાહેરાત કરી હતી. ફાસ્ટ બોલર સીન એબોટ ઈજાગ્રસ્ત થતા શોર્ટે તેને રિપ્લેસ કર્યો છે. એબોટ બિગ બેશ લીગમાં સિડની સિક્સર્સ માટે રમતા શુક્રવારે ઈન્જર્ડ થયો હતો. તે હવે ત્રણથી ચાર અઠવાડિયા માટે રમતથી દૂર રહેશે. શોર્ટ ઓસ્ટ્રેલિયા માટે માત્ર ચાર વનડે રમ્યો છે અને છેલ્લે નવેમ્બર ૨૦૧૮માં દક્ષિણ આફ્રિકા સામે રમ્યો હતો.
ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટીમઃ આરોન ફિંચ (કેપ્ટન), ડાર્સી શોર્ટ, એશ્ટન અગર, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (વિકેટકીપર), પીટર હેન્ડસકોમ્બ, જોશ હેઝલવુડ, માર્નસ લબુચાને, કેન રિચાર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, એશ્ટન ટર્નર, ડેવિડ વોર્નર અને એડમ ઝમ્પા.