અમદાવાદ, તા.૧૬
૩૯મી ઓલ ઈન્ડિયા માસ્ટર એથ્લેટીક ચેમ્પિયનશિપ તાજેતરમાં કાન્તીરવા સ્ટેડિયમ, બેંગ્લોર ખાતે યોજાયેલ જેમાં ભારતના કુલ ૩૦ રાજ્યોના ૪ હજાર ૯૦૦ ખેલાડીઓએ ભાગ લીધો હતા. તેમાં ગુજરાતના કુલ-રર૪ ખેલાડીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટીકના પ્રમુખ પારકિન્સ ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. જ્યારે (આઈએએએફ)ના પ્રતિનિધિ વીનસન્ટ થોમસે પણ હાજરી આપેલ હતી. તેમજ ઈન્ડિયાના બેસ્ટ એથ્લેટ અને ૧૯૯૪માં એશિયન્સ ગેમ્સમાં ૮૦૦ મી. દોડમાં ગોલ્ડ મેડલ મેળવનાર શ્રીરામકુમાર પણ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ખાસ હાજર રહ્યા હતા.
આ રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓએ ૩ ગોલ્ડ, પ સિલ્વર અને ૯ બ્રોન્ઝ સાથે કુલ ૧૭ મેડલો મેળવી ગુજરાતનું નામ રોશન કરેલ છે. જૂનાગઢના ખેલાડીઓએ પણ આવી બહોળી સંખ્યા હોવા છતાં ૭પમાં ૭૮ વર્ષના ભાનુમતિબેન કે પટેલે પ૦૦૦ મી દોડમાં ગોલ્ડ તથા પ કિ.મીટર ઝડપી ચાલવાની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ. વનિતાબેન ગોંડલીયાએ વાંસ કૂદમાં બ્રોન્ઝ, તથા જિજ્ઞાસાબેન ૧૦૦ મી. વિધ્ન દોડમાં બ્રોન્ઝ, લીનાબેન ર૦૦૦ મી. સ્ટીપલ ચેસમાં બ્રોન્ઝ મેડલ મેળવીને નામ રોશન કરેલ છે.
ગુજરાત રાજ્યમાં એક માત્ર માન્ય મંડળ માસ્ટર એથ્લેટીક એસોસીએશન ઓફ ગુજરાત મારફત જ આ તમામ વિજેતા ખેલાડીઓ આગામી સપ્ટેમ્બર માસમાં યોજાનાર ઓફિશિયલ વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટીક ચેમ્પિયનશીપ સ્પેન ખાતે યોજવાની છે. તેમાં ભાગ લેવા માટે પસંદ થયેલા છે.
આ વિજેતા ખેલાડીઓને સિનિયર સિટીઝન્સ મંડળના પ્રમુખ જે.બી. માંકડ, ઉપપ્રમુખ આઈ.યુ. સીડા, સેક્રેટરી જે.એમ. ઝાલાવાડીયા તથા વી.એન. પાઠક, દિલુભાવાળા વગેરે શુભેચ્છા પાઠવી છે.